Damanganga Times.

Damanganga Times.

July 28, 2026

વાપીની આદર્શ સોસાયટીમાં વીજ પુરવઠો ખોરવાયો

વાપીની આદર્શ સોસાયટીમાં વીજ પુરવઠો ખોરવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૭ ઃ વાપી જીઆઇડીસી વિસ્તારમાં ન્યૂ હાઉસિંગ બોર્ડ સામે આવેલી આદર્શ સોસાયટીમાં ૧ દિવસથી વીજ પુરવઠો બંધ રહેતા રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્ના છે. વીજળી ન હોવાને કારણે પીવાના પાણીની સપ્લાય ખોરવાઈ ગઈ છે, જ્યારે ઘરના દૈનિક ઉપયોગના તમામ વીજ ઉપકરણો પણ બંધ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મળતી માહિતી મુજબ, ગુંજન ખાતેથી પસાર થતા વાપી-કોપરલી રોડ પર આવેલી આદર્શ સોસાયટીમાં અંદાજે ૧૫થી ૨૦ જેટલી બિલ્ડિંગો ઉપરાંત અનેક રો હાઉસ અને બંગલાઓ આવેલાં છે. સમગ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વીજ પુરવઠો ખોરવાતા અનેક રહેવાસીઓ પ્રભાવિત થયા છે.

સ્થાનિકોઍ વીજ કંપનીમાં અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો નથી. પરિણામે પાણીની અછત થી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. રહેવાસીઓઍ વીજ વિભાગ  કંપનીને તાત્કાલિક રિપેરિંગ કામગીરી પૂર્ણ કરી વીજ પુરવઠો વહેલી તકે શરૂ કરવાની માંગ કરી છે, જેથી લોકોને પડી રહેલી મુશ્કેલીમાંથી રાહત મળી શકે.