ચણોદમાં માજી કોર્પો. સ્વ. મંજુ દાયમાની યાદમાં ૧૯મો રકતદાન શિબિર યોજાશે
- byDamanganga Times
- 28 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપી નગરપાલિકાની માજી સભ્ય સ્વ. મંજુદાયમાની ૧૯મી પુણ્યતિથિઍ તારીખ ૩૦-૭-૨૦૨૬ને ગુરૂવારના રોજ સવારે ૯ઃ૦૦ થી પ ઃ ૦૦ કલાક દરમિયાન વાપી ચણોદના રાજસ્થાન ભવન ખાતે રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી દમણ સેલવાસ દ્વારા ઍક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના નાણાં અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજસ્થાન ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ તેમજ માજી ધારાસભ્ય અભીનેશ મહર્ષિ અને વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, સ્થાનિક કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
