વાપીમાં પૂરમાં ડૂબેલી કારોનો સર્વિસ સ્ટેશનોમાં ખડકલો
- byDamanganga Times
- 28 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ ગુરુવારે રાતે આવેલા પૂરથી વાપી અને આસપાસના વિસ્તારોમાં પાર્ક કરેલી અનેક કારો પાણીમાં ડૂબી જતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પૂરના પાણી ઓસર્યા બાદ હવે સર્વિસ સ્ટેશનો પર ડૂબેલી કારોનો ખડકલો જોવા મળી રહ્ના છે.
સંઘપ્રદેશ દમણ, સેલવાસ અને વાપી વિસ્તારને મળીને અંદાજે ૧૦૦૦થી વધુ ફોર વ્હીલર કારોને પૂરના કારણે નુકસાન પહોંચ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે. ઍન્જિનમાં પાણી ઘૂસી જવા, ઈલેક્ટ્રોનિક સિસ્ટમ ખોરવાઈ જવા અને આંતરિક ભાગોમાં કાદવ ભરાવાના કારણે મોટાભાગની કારો રિપેર માટે લાવવામાં આવી રહી છે. હાલ વાપીના વિવિધ સર્વિસ સ્ટેશન પર જ ૨૦૦ થી ૨૫૦ જેટલી ડૂબેલી કારો રિપેર માટે આવી ગઈ છે. મોટાભાગના ગેરેજ અને શોરૂમના વર્કશોપમાં પણ જગ્યા ખૂટી પડી છે.
કાર માલિકો પોતાની ગાડીઓને સલામત સ્થળે ખસેડવા માટે ટોવિંગની મદદ લઈ રહ્ના છે.
પૂરગ્રસ્ત કારોને લઈને હવે વીમા કંપનીઓમાં પણ ક્લેમનો ઢગલો થવા લાગ્યો છે. વીમા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ૫ વર્ષથી ઓછી જૂની કાર નીલ ડેપ કવર છે. તેમને ત્ઝ઼સ્ સુધીનું ૧૦૦ „ વળતર મળશે. જ્યારે ૫ વર્ષથી વધુ જૂની કાર બેઝિક વીમો છે તેવા ગ્રાહકોને ઘસારો કપાશે. ઍટલે ૫૦ „ જેટલું જ વળતર મળવાની શક્યતા. કારણ કે કંપની આઇડીવી માંથી ડે પ્રિકેશન કાપીને જ આપે જ્યારે ૫ વર્ષથી વધુ જૂની કારો છે તેઓને લીધેલ આઇડીબી ઘણા ગ્રાહકોને વીમાનું યોગ્ય વળતર ન મળે તો તેઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ દાખલ કરી શકે છે તેવી કાનૂની સલાહ પણ નિષ્ણાતો આપી રહ્ના છે.
સર્વિસ સ્ટેશનના સંચાલકોનું કહેવું છે કે સ્પેરપાર્ટસની અછત અને કારીગરોના અભાવે રિપેરમાં ૧૫ થી ૨૦ દિવસનો સમય લાગી શકે છે.
સરકારે ઝડપથી વીમો મળે તે માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સુરતના પૂર બાદ રાજ્ય સરકારે ઇન્સ્યુરન્સ કંપનીઓ અને સર્વેયર માટે ખાસ જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં કુદરતી આપત્તિની પૂર માં ડૂબતી નુકશાન પામેલ કાર કે અન્ય ઉત્પાદિત કંપનીઓ, દુકાનદારો વિગેરેના ક્લેમનો ઝડપથી નિકાલ લાવવા સૂચના આપેલી છે.
