Damanganga Times.

Damanganga Times.

July 28, 2026

ડાંગની ધસમસતી ખાપરી નદીમાં રિવર રાફિટંગનો સ્ટંટ યુવકોને ભારે પડયો

ડાંગની ધસમસતી ખાપરી નદીમાં રિવર રાફિટંગનો સ્ટંટ યુવકોને ભારે પડયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા. ૨૭ ઃ ડાંગ જિલ્લામાં હાલ સાર્વત્રિક ભારે વરસાદના કારણે નદીઓ, નાળાઓ અને ઝરણાઓમાં ઘોડાપૂર આવી રહ્ના છે. આવી ગંભીર અને જોખમી પરિસ્થિતિમાં વહીવટીતંત્ર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ડાંગ-આહવા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી નદી, તળાવ, ચેકડેમ અને ધોધમાં પ્રવેશવા કે ઉતરવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આમ છતાં, સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરી લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવાના મોહમાં કેટલાક આહવાનાં યુવાનો પોતાના જીવના જોખમે ખતરનાક સ્ટંટ કરતા અટકતા નથી. આવો જ ઍક કિસ્સો ડાંગ જિલ્લામાં સામે આવ્યો છે, જ્યાં ધસમસતા પૂરમાં રિવર રાફિંટગનો સ્ટંટ કરનારા આહવાનાં ૬ યુવકો સામે ડાંગ લ્બ્ઞ્ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

 ઘટનાની પ્રા વિગતો અનુસાર, ડાંગ જિલ્લાના આહવા તાલુકાના દેવીનામાળ ખાતે આવેલ ખાપરી નદીમાં વડદહાડ પુલ પાસે ૨૬ જુલાઈ ૨૦૨૬ના રોજ આહવાનાં ૬ યુવકોઍ ઍક દેશી બોટ (તરાપા જેવું સાધન) લઈને ધસમસતા પૂરના પાણીમાં રિવર રાફિંંટગ કરવાનો અત્યંત જોખમી સ્ટંટ કર્યો હતો. યુવકોઍ આ ભયાનક સ્ટંટનો વિડિયો શૂટ કરી પોતાની ઇન્સ્ટાગ્રામ આઇડી પર રીલ બનાવીને અપલોડ કર્યો હતો. આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ડાંગ પોલીસ હરકતમાં આવી હતી.ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ લ્બ્ઞ્ પોલીસ સબ ઇન્સપેક્ટર ઍમ. જી. શેખ અને તેમની ટીમે વાયરલ વિડિયો અને ઇન્સ્ટાગ્રામ આઇડીના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.પોલીસે વાયરલ વિડિયોના આધારે સ્ટંટ કરનાર તમામ છ યુવકોની ઓળખ કરી લીધી હતી અને તેમને ઝડપી પાડી ડાંગ આહવા લ્બ્ઞ્ શાખા ખાતે લાવી તેમની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડાંગ પોલીસ દ્વારા સામાન્ય જનતા અને યુવાનોને અપીલ કરવામાં આવી છે કે ચોમાસાની આ ગંભીર પરિસ્થિતિમાં સોશિયલ મીડિયામાં વાહવાહ મેળવવા માટે નદીઓ, ધોધ કે પૂરના પાણીમાં ઉતરી પોતાના કે અન્યોના જીવ જોખમમાં મૂકે તેવા ખતરનાક સ્ટંટ ન કરવા. જાહેરનામાનો ભંગ કરનાર સામે આવી જ રીતે કડકમાં કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.