ધરમપુર પોલીસ દ્વારા ૭૦ રાશન કીટ અને ૫૫૦ ફૂડ પેકેટનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 28 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૭ ઃ ધરમપુર તાલુકામાં અતિભારે વરસાદને કારણે અનેક ગામો અને ફળિયાઓમાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં. આવી પરિસ્થિતિમાં ધરમપુર પોલીસે અસરગ્રસ્ત પરિવારોને રાહત પહોંચાડવા માટે સક્રિય કામગીરી હાથ ધરી હતી. પીઆઈ નિખિલ ભોયાની આગેવાની હેઠળ પોલીસ ટીમ દ્વારા ૭૦ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૧૫ દિવસ સુધી ચાલે તેટલી આવશ્યક સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જરૂરિયાતમંદ પરિવારોને ૭૦ વાસણ કીટ અને ૫૫૦ ફૂડ પેકેટ પણ પહોંચાડવામાં આવ્યા હતા. રાહત કામગીરીમાં ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ શકુંતલાબેન ચૌધરી ઉપસ્થિત રહ્ના હતા. પોલીસ સ્ટાફ ઉપરાંત હોમગાર્ડ (ણ્ઞ્), ગ્રામ રક્ષક દળ (ઞ્ય્ઝ઼) અને વ્ય્ગ્ના જવાનો પણ કામગીરીમાં જોડાયા હતાં. પાનવા, મરઘમાળ, લાકડમાળ, નાની વહિયાળ સહિતના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ ટીમોઍ સ્થળ પર પહોંચી અસરગ્રસ્ત પરિવારોની વિગતો મેળવી હતી. સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને જરૂરિયાત મુજબ વધુ રાહત સામગ્રી પહોંચાડવા માટેની કામગીરી પણ ચાલુ રાખવામાં આવી છે. પી આઈ નિખિલ ભોયાઍ જણાવ્યું હતું કે, વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને સમયસર જરૂરી સહાય મળી રહે તે માટે પોલીસ ટીમ સતત કાર્યરત છે અને જરૂરિયાત મુજબ આગામી દિવસોમાં પણ રાહત કામગીરી ચાલુ રાખવામાં આવશે.
