Damanganga Times.

Damanganga Times.

July 27, 2026

ધરમપુરમાં માનના કિનારે જમીન ધોવાઈ

ધરમપુરમાં માનના કિનારે જમીન ધોવાઈ


(દમપણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૬ ઃ ધરમપુર તાલુકાના બામટી ગામના ટેટુપાડા ફળિયા નજીકથી પસાર થતી માન નદીના કિનારે છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન જમીન ધોવાણની સમસ્યા સર્જાતી હોવાની સ્થાનિકોમાં ફરિયાદ ઉઠી છે. દર વર્ષે ભારે વરસાદ દરમિયાન નદીમાં પાણીનું સ્તર વધતાં નદીના કિનારાના ભાગમાં જમીનનું ધોવાણ થતાં ખેતીની જમીનને નુકસાન પહોંચે છે. ટેટુપાડાના રહેવાસી આશિષ અરવિંદભાઈ પટેલના જણાવ્યા મુજબ, ટેટુપાડા ફળિયા નજીકથી પસાર થતી માન નદીના કિનારાના વિસ્તારમાં આશરે ૨૫ જેટલા ઘરો અને ખેતીની જમીનો આવેલી છે. દર વર્ષે ચોમાસામાં નદીમાં જળસ્તર વધતા પાણીના પ્રવાહને કારણે કિનારાની જમીનનું ધોવાણ થાય છે.  
માન નદીના કિનારે -ોટેક્શન વોલ માટે રૂ.૩.૫ કરોડની દરખાસ્ત જમીન ધોવાણની સમસ્યાને લઈને અગાઉ પણ સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સંબંધિત વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દમણગંગા વિભાગ દ્વારા બામટીના ટેટુપાડા ફળિયા ખાતે માન નદીના કિનારે આશરે રૂ. ૩.૫ કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી માટે સરકાર સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવી છે.
ગામના સરપંચ વિજય પાનારીયાઍ પણ આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, નદી કિનારે થતું જમીન ધોવાણ અટકાવવા પ્રોટેક્શન વોલનું કામ થાય તો સ્થાનિકો તેમજ ખેડૂતોને ચોમાસા દરમિયાન થતી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે તેમ છે.