લાવરીમાં વીજ વાયરમાંથી લાકડાં દુર કરાયા
- byDamanganga Times
- 27 July, 2026
ફૂલવાડીથી માકડબન વચ્ચે આવેલા લાવરી નદીના પુલ પાસે ભારે વરસાદને કારણે નદીમાં પાણીના ધસમસતા -વાહ સાથે તણાઈને આવેલા લાકડાં વીજ વાયરમાં ફસાઈ જતાં આ વિસ્તારમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો. પરિસ્થિતિ અત્યંત જોખમી હોવા છતાં ડેપ્યુટી ઇજનેર જયેશભાઈ પટેલ તથા કોન્ટ્રાક્ટર દીપેશ પટેલના માર્ગદર્શન હેઠળ કોન્ટ્રાક્ટરની ટીમના કામદારોઍ હિંમતભેર કામગીરી હાથ ધરી હતી. કામદારોઍ દોરડાના સહારે તેમજ ઍક છેડેથી બીજા છેડે લટકીને વીજ વાયરમાં ફસાયેલા લાકડાંને ભારે જોખમ ખેડીને દૂર કર્યા હતા. અતિભારે વરસાદ, ધસમસતા પાણી અને વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવેલી આ કામગીરીને લઈને ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી.
