Damanganga Times.

Damanganga Times.

July 27, 2026

કપરાડાના ધારાસભ્યઍ અસરગ્રસ્તો ગામોની મુલાકાત લીધી

કપરાડાના ધારાસભ્યઍ અસરગ્રસ્તો ગામોની મુલાકાત લીધી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૨૬ ઃ કપરાડા વિધાનસભા વિસ્તારમાં ૨૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ પડેલા અતિભારે વરસાદના કારણે અનેક ગામોમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. અંભેટી ગામ નજીક પૂરનાં પાણીમાં ઍક ખાનગી બસ ફસાઈ જવાની ઘટના બનતા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ, ફાયર વિભાગ, ફઝ઼ય્જ્ની ટીમ તેમજ ગ્રામજનોના સંયુક્ત પ્રયાસોથી યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીમોની સમયસર કામગીરીના કારણે બસમાં સવાર તમામ ૩૫ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ સફળ કામગીરી બદલ ધારાસભ્યઍ તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રજાની સુરક્ષા સરકારની પ્રથમ પ્રાથમિકતા છે અને દરેક આપત્તિમાં લોકોની સાથે રહી જરૂરી સહાય પહોંચાડવામાં આવશે. ત્યારબાદ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ ભારે વરસાદથી અસરગ્રસ્ત રાતા, કોચરવા અને પંડોર ગામોની સ્થળ પર મુલાકાત લઈ વ્યાપક નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. ભારે વરસાદના કારણે ગ્રામ્ય માર્ગો, સરકારી માળખાં, રહેણાંક મકાનો તેમજ ખેતીને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું હતું. તેમણે સંબંધિત વિભાગોના અધિકારીઓને નુકસાનગ્રસ્ત રસ્તાઓ અને સરકારી સુવિધાઓની મરામતનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવા સૂચના આપી હતી. ઉપરાંત અસરગ્રસ્ત પરિવારોને સરકારની સહાય યોજનાઓનો લાભ ઝડપથી મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા ભાર મૂક્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મિતેશભાઈ પટેલ અને તાલુકા પંચાયત સદસ્ય ભદ્રેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્ના હતાં. આગેવાનોઍ સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી. સ્થાનિકોઍ રસ્તા, ખેતી અને રહેણાંકને થયેલા નુકસાન અંગે રજૂઆતો કરતાં ધારાસભ્યઍ તાત્કાલિક પગલાં ભરવાની ખાતરી આપી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી જનજીવન પૂર્વવત્ બને તે માટે તંત્ર સાથે સંકલિત કામગીરી કરવામાં આવશે તેવી માહિતી આપી હતી.