Damanganga Times.

Damanganga Times.

July 27, 2026

ધરમપુરમાં પડેલા વીજપોલ ફરી ઉભા કરાયા

ધરમપુરમાં પડેલા વીજપોલ ફરી ઉભા કરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૬ ઃ ધરમપુર તાલુકામાં અતિભારે વરસાદને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે અનેક ગામોમાં વીજ પોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બીજી તરફ, કેટલાક વિસ્તારોમાં વીજ લાઈનમાં વૃક્ષોના લાકડાં અને કચરો ફસાઈ જતાં વીજ પુરવઠો બંધ થયો હતો. આવા કપરા સંજોગોમાં કોન્ટ્રાક્ટર દીપેશ પટેલ ની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.
ધરમપુર તાલુકાના ભેસધરા, ઉગતા પાનવા, ટીટુખડક, પિંડવડ, ભાનવડ, કાસ્ટબારી, બામટી, ઢોલડુંગરી, ખારવેલ, કોસમકુવા, લાકડમાડ, નાની વહિયાળ, તુંબી, ટીસ્કરી સહિતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે મોટી સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા હતા. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે જીઈબીના અધિકારી ઍ.સી. ઍ.જી. પટેલ, ડેપ્યુટી ઇજનેર જયેશભાઈ પટેલ, કોન્ટ્રાક્ટર દીપેશ પટેલ, ચંદ્રકાંત પટેલ સહિતની ટીમ દ્વારા ભર વરસાદમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર દીપેશ પટેલની ટીમના કામદારોઍ ભારે વરસાદ અને વિકટ પરિસ્થિતિ વચ્ચે ધરાશાયી થયેલા વીજ પોલ ફરી ઊભા કરી વીજ લાઈનોનું સમારકામ હાથ ધરી વીજ પુરવઠો પુનઃ શરૂ કર્યો હતો.