Damanganga Times.

Damanganga Times.

July 27, 2026

બાર વર્ષ બાદ કપરાડા-નાનાપોંઢામાં વરસાદની વિકરાળ તબાહી

બાર વર્ષ બાદ કપરાડા-નાનાપોંઢામાં વરસાદની વિકરાળ તબાહી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૨૬ ઃ દક્ષિણ ગુજરાતના કપરાડા અને નાનાપોંઢા તાલુકામાં બાર વર્ષ બાદ ફરી ઍકવાર મેઘરાજાઍ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. સતત ધોધમાર વરસાદને કારણે પાર, કોલક અને દોલધા નદીઓ ભયાનક પૂરથી છલકાઈ ઊઠી હતી. ત્રણેય નદીઓ પર આવેલા અનેક પુલો ઉપરથી પાણી ફરી વળતાં કલાકો સુધી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો અને અનેક ગામોનો સંપર્ક પણ ખોરવાઈ ગયો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય વર્ષોમાં આવું વિકરાળ દૃશ્ય જોવા મળ્યું ન હતું. નદીઓના પ્રચંડ પ્રવાહે જાણે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા હોય તેવું દૃશ્ય સર્જાયું હતું. નદીના કિનારાના વિસ્તારોમાં પાણી ઝડપથી ઘૂસી જતાં લોકોને સલામત સ્થળોઍ ખસેડવાની ફરજ પડી હતી. અનેક સ્થળોઍ ખેતીને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન પર ગંભીર અસર પડી હતી.
ખાસ કરીને પાર, કોલક અને દોલધા નદીઓનું વિકરાળ સ્વરૂપ લોકો માટે આડ્ઢર્ય અને ભયનું કારણ બન્યું હતું. વૃદ્ધો પણ જણાવે છે કે તેમણે પોતાના જીવનમાં આ નદીઓને આટલી ઉગ્ર અને પ્રચંડ સ્થિતિમાં ક્યારેય જોઈ નહોતી. ભારે પાણીના પ્રવાહને કારણે કેટલાક સ્થળોઍ રસ્તાઓ ધોવાઈ જવાના અને પુલોને નુકસાન પહોંચવાના બનાવો પણ સામે આવ્યા હતાં.
વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે તેમજ નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી રીતે નદી કે પુલ પાસે ન જવા અપીલ કરવામાં આવી છે. વરસાદના આ પ્રચંડ કહેરે કપરાડા અને નાનાપોંઢા તાલુકામાં વર્ષો સુધી યાદ રહે તેવી તબાહીનું ચિત્ર સર્જી દીધું છે.