Damanganga Times.

Damanganga Times.

July 27, 2026

ઉમરસાડીના અસરગ્રસ્તોને મંત્રી કનુભાઈ દેસાઈ હસ્તે સહાય ચેક વિતરણ

ઉમરસાડીના અસરગ્રસ્તોને મંત્રી કનુભાઈ દેસાઈ હસ્તે સહાય ચેક વિતરણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૨૬ ઃ પારડી તાલુકાના ઉંમર સાડી કોટલાવ અને ઉમરસાડી માછીવાડ ગામોના કુદરતી આપત્તિથી અસરગ્રસ્ત થયેલા નાગરિકોની વહારે ગુજરાત સરકાર આવી છે ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્યના હસ્તે અસરગ્રસ્ત પરિવારોને સરકારી સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આપત્તિના કારણે નુકસાન પામેલા પરિવારોને ઝડપી આર્થિક રાહત પાડતા લોકોમાં આનંદ છવાઈ ગયો હતો. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા. કનુભાઈ દેસાઈઍ અસરગ્રસ્તો સાથે રૂબરૂ સંવાદ કરી તેમને સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશભાઈ પટેલ તાલુકા પંચાયત પારડીના પ્રમુખ કિન્નરીબેન હિતેશભાઈ પટેલ  પુનિતભાઈ પટેલ પ્રમુખ, પારડી તાલુકા ભાજપ રવિભાઈ પટેલ - યુવા મોરચા પ્રમુખ રાકેશભાઈ  તાલુકા પંચાયત સભ્ય ધવલભાઈ દેસાઈ અને અમિતભાઈ પટેલ સંગઠન મંત્રી ગામના સરપંચ દિનેશભાઈ ખુશ્બુબેન રાજુભાઈ સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો. આ પ્રસંગે ગ્રામજનોઍ સરકાર અને સ્થાનિક નેતૃત્વ દ્વારા સમયસર મળેલી આર્થિક સહાય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.