ટીંભીના માછી સમાજની હિંમત અને જુસ્સાને કલેકટરે બિરદાવ્યો
- byDamanganga Times
- 27 July, 2026
વલસાડ, તા. ૨૬ ઃ વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાન ઉમરગામની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે ટીંભી માછીવાડમાં પહોંચી પૂર પીડિતો સાથે મુલાકાત કરી હતી. જ્યાં લોકોઍ હજુ સુધી વીજળી નહી હોવાની રજૂઆત કરતા કલેકટરશ્રીઍ કામગીરી ચાલી જ રહી છે અને આજ સાંજ સુધીમાં વીજળી આવી જશે ઍવી ખાતરી આપી હતી. માછીમાર સમાજ દરિયાખેડૂ હોવાથી તેઓ આફત સામે ઝઝુમનારી અને સંઘર્ષ કરી ઉપર આવનાર હોવાથી આ આફતમાંથી માછીમાર સમાજ વહેલીતકે બહાર આવી જશે ઍવી કલેકટરઍ સૌને હિંમત આપી જિલ્લા વહીવટી તંત્ર તમારી સાથે ઍવો ભરોસો અપાવ્યો હતો. આ દુઃખની ઘડીમાં રાજ્ય સરકાર તમારી પડખે ઍવી કલેકટર વાત કરી આ ગામમાં તાત્કાલિક ધોરણે સર્વે કામગીરી પુરી થાયે તે માટે ધરમપુરના તાલુકા વિકાસ અધિકારીને કડક સૂચના આપી આ ગામને પ્રાથમિકતાના ધોરણે લેવા માટે જણાવ્યું હતું.
આ સિવાય સાફ સફાઈ સુવ્યવસ્થિ થાય, રોગચાળો ન ફાટે તે માટે તકેદારી રાખવા જણાવી જ્યાં પણ સહાય કીટ વિતરણ બાકી હોય ત્યાં પહોંચતી કરવા માટે જણાવ્યું હતું.
માછી સમાજમાં જોમ પૂરનારી કલેકટરશ્રીની આ પ્રેરણાદીય મુલાકાતથી માછીવાડ વિસ્તારના લોકોમાં હિંમત આવી આ કપરી પરિસ્થિતિનો સામનો સૌ સાથે મળીને કરીશું ઍવો વિશ્વાસ પેદા થયો હતો.
ત્યારબાદ કલેકટરઍ ટીંભી ગામના નવા ફળિયાની મુલાકાત લીધી હતી જ્યાં કેટલાક લોકોના મકાન પૂરમાં ધ્વસ્ત થઈ ગયા હોવાનું નિરિક્ષણ કરી લોકોની હૈયાવરાળ સાંભળી હતી.
આ સમયે ગામના યુવા આગેવાન આશીષ માછીઍ કલેકટરશ્રીને જણાવ્યું કે, પ્રોટેક્શન વોલના અભાવે વારંવાર અમારા ગામમાં પાણી ભરાઈ જાય છે અને રેલ આવે છે જેથી અમારા ગામની સુરક્ષા અને સલામતી માટે વહેલીતકે પ્રોટેક્શન વોલ બનાવવા આવે તો આ સમસ્યા કાયમ માટે હલ થઈ જશે રજૂઆત કરી હતી. જે અંગે હકારાત્મક અભિગમ દાખવવાની કલેકટરઍ ખાતરી આપી હતી.
