Damanganga Times.

Damanganga Times.

July 27, 2026

વલસાડ જિલ્લામાં પુરગ્રસ્ત પરિવારોને રૂ. ઍક કરોડથી વધુની સહાય

વલસાડ જિલ્લામાં પુરગ્રસ્ત પરિવારોને રૂ. ઍક કરોડથી વધુની સહાય


વલસાડ, તા.૨૬ ઃ વલસાડ જિલ્લામાં તાજેતરમાં થયેલા અતિભારે વરસાદના કારણે વ્યાપક નુકશાન થયું છે. વહીવટી તંત્ર દવારા અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે કલેકટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતની રાહબરી હેઠળ ઝડપભેર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લામાં થયેલી નુકસાનીનો સચોટ તાગ મેળવવા માટે હાલ કુલ ૧૫૦ સર્વે ટીમો કાર્યરત કરવામાં આવી છે. આજની તારીખે  ટીમોના સર્વેના આધારે ૭,૫૫૭ વ્યક્તિઓને કેશડોલ્સ ચૂકવવાપાત્ર છે, જેમાંથી ૫,૩૮૩ વ્યક્તિઓને કુલ રૂપિયા ૨૧,૮૧,૦૦૦ ની સહાય ચૂકવી દેવામાં આવી છે. તેવી જ રીતે, ઘરવખરી નુકસાન અન્વયે નોંધાયેલા ૭,૮૮૫ કુટુંબો પૈકી ૫,૭૬૯ કુટુંબોને કુલ રૂપિયા ૮૨,૪૦,૦૦૦ ની આર્થિક સહાય મળી કુલ ઍક કરોડ થી વધુ સહાય વહીવટી તંત્ર દ્વારા ડીબીટી અને અન્ય દ્વારા સહાય ચુકવવામાં આવી છે. બાકી રહેલા અસરગ્રસ્તોને સહાય ચુકવણીની કાયર્વાહી ચાલી રહી છે.
વલસાડ પુર નિયત્રણ કક્ષ દ્વારા પ્રા માહિતી અનુસાર પુર દરમિયાન જિલ્લામાં ૧૨૭ પશુઓના મૃત્યુ નોંધાયા છે. જયારે ૪૫૨ જેટલા આંશિક પાકા મકાનો અને ૨૨૪ આંશિક કાચા મકાનોને નુકશાન નોંધાયું છે. જયારે ૨૬૪ ઝુંપડાઓ, ૧૩ સંપુર્ણ પાકા મકાનોને નુકશાન નોંધાયું છે. સંપુર્ણ કાચા મકાનો ૧૦૪ સહાય ચુકવણીની કામગીરી ઝડપભેર કરવામાં આવશે.