Damanganga Times.

Damanganga Times.

July 27, 2026

દમણના કોસ્ટગાર્ડે ૧૭૦ વ્યક્તિઅોને પુરમાંથી ઉગાર્યા

દમણના કોસ્ટગાર્ડે ૧૭૦ વ્યક્તિઅોને પુરમાંથી ઉગાર્યા


(દમણગંગા ટાઈમ્સ)
વાપી, તા.૨૬ ઃ સતત અવિરત વરસાદ, ગંભીર પૂર અને અત્યંત પડકારજનક હવામાન પરિસ્થિતિઓ વચ્ચે ૨૨ જુલાઈ ૨૦૨૬ ની મધ્યરાત્રિથી હાથ ધરવામાં આવેલા ૧૧ રેસ્ક્યૂ ઓપરેશન્સ દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડે, નાગરિક વહીવટીતંત્ર સાથે ગાઢ સંકલનમાં રહીને દમણ, દાદરા અને નગર હવેલી તથા દક્ષિણ ગુજરાતના પૂર પ્રભાવિત વિસ્તારોમાં અટવાયેલા ૧૭૦ વ્યક્તિઓનું રેસ્ક્યૂ કર્યું હતું. આ કામગીરી ૨૨/૨૩ જુલાઈની રાત્રિ દરમિયાન ખાનવેલ, સિલવાસામાંથી અટવાયેલા પાંચ વ્યક્તિઓના રેસ્ક્યૂ સાથે શરૂ થઈ હતી, ત્યારબાદ કડૈયા દરિયાકાંઠાના વિસ્તારમાં પૂરના કારણે નદીના કિનારે ફસાયેલા ત્રણ માછીમારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સૌથી મોટા રેસ્ક્યૂ મિશનોમાંથી ઍકમાં, પૂર પ્રભાવિત વેલસ્પન ઇન્ડસ્ટ્રીયલ ઍરિયામાં, જ્યાં રોડ સંપર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો, ત્યાં ફસાયેલા ૬૦ વ્યક્તિઓને ૨૩/૨૪ જુલાઈની રાત્રિ દરમિયાન સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.ત્યારબાદના ઓપરેશન્સમાં ઍરો ફાઇબર પ્રાઇવેટ લિમિટેડ નજીક પૂરના પાણીમાં અટવાયેલી બસમાંથી સાત વ્યક્તિઓનું રેસ્ક્યૂ, ડોંગરીમાંથી દસ વ્યક્તિઓનું સ્થળાંતર, વલસાડ-પારડી વિસ્તારમાંથી અટવાયેલા ચાર વ્યક્તિઓનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી આખી રાત દરમિયાન આઠ વ્યક્તિઓનું સ્થળાંતર સામેલ હતું. અન્ય ઍક મહત્વપૂર્ણ રેસ્ક્યૂ મિશનમાં, કોસ્ટ ગાર્ડે અવધ સોસાયટી વિસ્તારમાંથી નવ મહિનાના ગર્ભવતી મહિલા અને શ્વાસની તકલીફથી પીડાતી ઍક મહિલા સહિત દસ વ્યક્તિઓનું સ્થળાંતર કર્યું હતું, અને તેમને સમયસર તબીબી સંભાળ મળે તે સુનિ?ત કર્યું હતું. ૨૪ જુલાઈના રોજ, ભારતીય કોસ્ટ ગાર્ડના બે હેલિકોપ્ટરે નવસારી જિલ્લાના મેંદર ગામમાંથી અટવાયેલા ૩૩ વ્યક્તિઓને સફળતાપૂર્વક ઍરલિફટ કર્યા હતા, જેમાં છાતીમાં ગંભીર દુખાવો અનુભવતી ઍક વ્યક્તિ પણ સામેલ હતી જેને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી.