Damanganga Times.

Damanganga Times.

July 27, 2026

સોશિયલ મીડિયાઍ ડાંગમાં ભૂકંપની અફવાથી તંત્રને દોડાવ્યું

સોશિયલ મીડિયાઍ ડાંગમાં ભૂકંપની અફવાથી તંત્રને દોડાવ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૨૬ ઃ  દક્ષિણ ગુજરાત સહિત ડાંગ જિલ્લાનાં સોશિયલ મીડિયા ગૃપોમાં ડી.ઍન.આર.સી. (ર્ઝ઼ીઁં ર્ફીદ્દ્યશ્વફૂ ય્ફૂર્સ્ન્ફૂશ્વણૂત્ર્ ઘ્ફૂઁદ્દશ્વફૂ) ના નામે ડાંગ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની ઍક પોસ્ટ વાયરલ થઈ રહી છે.આ પોસ્ટમાં દર્શાવવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે ભ્રામક અને અફવાજનક છે.ડાંગ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન (ઝ઼જ્ઞ્સ્ન્દ્દશ્વજ્ઞ્ણૂદ્દ ઝ઼જ્ઞ્ર્સ્ન્ીસ્ન્દ્દફૂશ્વ ર્પ્ીઁર્ીફિંફૂઁદ્દ ખ્્યદ્દત્ર્ંશ્વજ્ઞ્દ્દક્ક) દ્વારા આ અંગે તાત્કાલિક ગાંધીનગર સ્થિત સંબંધિત ઉચ્ચ કચેરી સુધી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડાંગ જિલ્લામાં ભૂકંપ નોંધાયો હોવાની કોઈ સત્તાવાર માહિતી કે પુષ્ટિ પ્રા થઈ નથી.જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે આવી બિનઆધારભૂત અને ભ્રામક પોસ્ટો પર વિશ્વાસ ન કરે તેમજ સોશિયલ મીડિયામાં આવી અફવાઓને શેર કરવાથી દૂર રહે. કોઈપણ ઘટના અંગે માત્ર સરકારી વિભાગો અને અધિકૃત સ્ત્રોતો દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પર જ વિશ્વાસ રાખવો.જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા વધુમાં જણાવ્યું છે કે ગાંધીનગરથી રોજેરોજ રિપોર્ટકાર્ડ અપડેટ થાય છે.આવી કોઈ ઘટના કે બનાવ સામે આવ્યો નથી.રાજય સરકારનું ડિઝાસ્ટર વિભાગ ઍલર્ટ મોડમાં જ હોય છે.જેથી લોકોમાં ગેરસમજ અને ભય ફેલાવવાના હેતુથી ખોટી માહિતી પ્રસારિત કરનાર આવા  ગ્રુપો સામે ધ્યાન આપવુ નહીંનો અનુરોધ કરાયો છે.