Damanganga Times.

Damanganga Times.

July 27, 2026

પૂરગ્રસ્તોને સાંસદ ધવલ પટેલની અપીલ

પૂરગ્રસ્તોને સાંસદ ધવલ પટેલની અપીલ


(દમણગંગા ટાઈમ્સ)
વાપી, તા. ૨૬ ઃ આજે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે અતિવૃષ્ટિથી સર્જાયેલી આ વિકટ પરિસ્થિતિમાં વલસાડ જિલ્લાના પૂરગ્રસ્ત અને અન્ય નાગરિકો જાગ ઍક અપીલ જાહેર કરી હતી તેમણે જણાવ્યું હતું કે ‘પ્રકૃતિની આ વિકટ પરીક્ષામાં આપણે સૌઍ ઘણું નુકસાન સહન કર્યું છે. અનેક પરિવારોને ઘર, ઘરવખરી, પશુધન, ખેતી અને રોજગારનું નુકસાન થયું છે. આપ સૌ ધીરજ અને હિંમત જાળવી રાખશો’ કોઈપણ અસરગ્રસ્ત પરિવાર સરકારની સહાયથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને યુદ્ધના ધોરણે રાહત પહોંચાડવાની કામગીરી સતત ચાલી રહી છે.