અરનાલા–પાટીનો કોલકનો પુલ ધોવાયો
- byDamanganga Times
- 25 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા.૨૪ ઃ નાનાપોઢા તાલુકાના અરનાલા–પાટી માર્ગ પર કોલક નદીમાં આવેલા ભારે પૂરના કારણે માર્ગ સાથે મોટા પ્રમાણમાં જમીન ધોવાણ થયું છે. માર્ગને ભારે નુકસાન પહોંચતાં ૧૫થી વધુ ગામોના હજારો લોકો, કામદારો અને શાળાના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. છેલ્લા ૬ દિવસથી કોઝવે પર સતત પાણી હોવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ છે.
હાલમાં માત્ર અરનાલા–પાટી નહેરના વિકલ્પ માર્ગ પરથી બાઈક અને નાના વાહનોની અવરજવર શક્ય બની છે, જ્યારે ચારચક્રી અને ભારે વાહનો માટે રસ્તો બંધ હોવાથી લોકોને લાંબા અંતરનો ચક્કર લગાવવો પડી રહ્ના છે.
રોજિંદા કામકાજ, શિક્ષણ અને આવશ્યક સેવાઓ પર તેની સીધી અસર પડી રહી છે. ઘટનાની જાણ સ્થાનિક આગેવાઓ દ્વારા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને કરવામાં આવી છે. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી નુકસાનનું નિરીક્ષણ કરીને જરૂરી કામગીરી શરૂ કરી છે. સ્થાનિક લોકોની માંગ છે કે માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ કરીને કોઝવે વહેલી તકે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવે, જેથી પ્રભાવિત ગામોના લોકોને ફરીથી સરળ અને સુરક્ષિત અવરજવર ઉપલબ્ધ થઈ શકે.
