ઊમરસાડીના દરિયામાં ૧૮ બોટ તણાઈ ગઈ
- byDamanganga Times
- 25 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૪ ઃ પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામમાં ભારે વરસાદ ના કારણે માછીમાર ભાઈ ઓની છ થી વધુ બોટ અચાનક દરિયામાં તણાઈ જતા બોટ માલિકોમાં દોડધામ મચી ગઈ છે અને તણાયેલી શોધ શરૂ કરી દેવામાં આવી છે અચાનક વરસાદના પાણીમાં બોટ તણાઈ જતા માછીમાર ભાઈઓ લાખોની બોટ ને લઈને હેરાન પરેશાન થઈ ગયા છે અહીં ઉમરસાડી માછીવાડ ગામમાં માછીમાર ભાઈ બહેનનો કે જેવો દરિયામાંથી માછલી પકડી પોતાના જીવન અને પરિવારનો ભારણ પોષણ કરે છે. હાલમાં સતત પડી રહેલા ભારે વરસાદ ના કારણે ૬ થી વધુ માછીમાર ભાઈઓને લાખો રૂપિયાની બોટો દરિયામાં તણાઈ ગઈ છે. જેના કારણે માછીમાર ભાઈઓ પોતાની બોટની શોધ કરી રહ્ના છે પણ હજી મળી નથી તેઓ હેરાન પરેશાન થઈ ગયા છે. અચાનક બોટ તણાઈ જતા સીધા ઍમના જીવનમાં અસર થઈ છે તેઓ ઍમની બોટ મળે ઍ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્ના છે અને સતત શોધ કરી રહ્ના છે.
