Damanganga Times.

Damanganga Times.

July 25, 2026

વાપી, પારડી અને ઉમરગામ પંથકમાં ટેલિકોમના નેટવર્ક ખોરવાતાં સંપર્ક તૂટયાં

વાપી, પારડી અને ઉમરગામ પંથકમાં ટેલિકોમના નેટવર્ક ખોરવાતાં સંપર્ક તૂટયાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ વાપી પારડી અને ઉમરગામ તાલુકામાં બે દિવસથી મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા ઠપ્પ થઈ જવા પામે છે જેને કારણે ગ્રાહકોમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્યો છે સાથે ટેલિકોમ કંપનીઓ સામે  સવાલો ઉઠી રહ્ના છે ઈમરજન્સી માટે કોલ કરવો હોય તો તે પણ ન કરી શકાય અને નેટ તો સદંતર બંધ થઈ જવા પામ્યો છે અને લોકોઍ હજારોને લાખો રૂપિયામાં લીધેલા સ્માર્ટફોન રમકડા બની જવા પામ્યા છે. વાપી શહેર અને ગ્રામ્ય વિસ્તાર તેમજ પારડી અને ઉમરગામ તાલુકામાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ સેવા ખોરવાઈ જતાં હજારો ગ્રાહકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્ના છે. સતત નેટવર્ક ખોરવાતા લોકોને ફોન કરવા, કોલ સ્વીકારવા તેમજ ઇન્ટરનેટ આધારિત સેવાઓનો ઉપયોગ કરવામાં ભારે હાલાકી પડી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. ગ્રાહકોના જીઓ, વીઆઈ, તેમજ અન્ય મોબાઇલ ફોન નેટવર્ક કંપનીના મોબાઇલ નેટવર્ક ન મળતા લોકો પોતાના પરિવારજનોનો સંપર્ક કરી શકતા નથી. ઓનલાઈન બેંકિંગ, સરકારી સેવાઓ, વેપાર-ધંધા તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ તેની સીધી અસર પડી રહી છે.
સ્થાનિકોમાં સૌથી મોટો પ્રશ્ન ઍ છે કે જો આવી સ્થિતિ દરમિયાન કોઈ ગંભીર અકસ્માત, આરોગ્ય સંબંધી ઇમર્જન્સી કે અન્ય દુર્ઘટના સર્જાય તો લોકો તાત્કાલિક મદદ માટે કેવી રીતે સંપર્ક કરશે? ગ્રાહકોનો આક્ષેપ છે કે ટેલિકોમ કંપનીઓ તરફથી સેવા કેમ ખોરવાઈ છે, તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી કે સમયસર જાહેર સૂચના આપવામાં આવી નથી.
ગ્રાહકોનું કહેવું છે કે તેઓ દર મહિને મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાના સંપૂર્ણ ચાર્જ ચૂકવે છે, છતાં સતત બે દિવસ સુધી સેવા બંધ રહેવી અત્યંત બેદરકારીભરી બાબત છે. કંપનીઓઍ તાત્કાલિક સેવા પુનઃસ્થાપિત કરવી, ખામીનું કારણ જાહેર કરવું અને અસરગ્રસ્ત ગ્રાહકોને યોગ્ય વળતર આપવું જોઈઍ તેવી માંગ ઉઠી રહી છે.