દૂધ-શાકભાજીની અછત રહી
- byDamanganga Times
- 25 July, 2026
બુધવાર રાત્રિથી શરૂ થયેલો અનરાધાર વરસાદ ગુરુવારે આભ ફાટ્યું હોય તેમ મોડી સાંજ સુધી વરસ્યો હતો. સત વરસાદના કારણે વાપીનો હાઈવે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વરસાદની સાથે જ રેલ્વે વ્યવહાર પણ બંધ થઈ જતા દૂધ અને શાકભાજી ભરીને આવતા ટેમ્પો શહેરમાં પ્રવેશી શક્યા ન હતા. જેના કારણે સાંજ સુધીમાં શહેરમાં દૂધ અને શાકભાજીની ભારે અછત સર્જાઈ હતી. વરસાદ ધીમો પડતા જ લોકો દૂધ માટે ડેરીઓ બહાર ઉમટી પડ્યા હતા.
જે કેટલીક ડેરીઓમાં સ્ટોક હતો ત્યાં લાંબી લાઈનો જોવા મળી હતી. લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને દૂધ મેળવવું પડ્યું હતું.
