Damanganga Times.

Damanganga Times.

July 25, 2026

વાપીમાં ૩ દિવસના વરસાદે તારાજી સર્જી, કરોડોનું નુકસાન

વાપીમાં ૩ દિવસના વરસાદે તારાજી સર્જી, કરોડોનું નુકસાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના કહેર વચ્ચે વાપી સૌથી વધુ પ્રભાવિત થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં પડેલા ધોધમાર વરસાદથી વાપી શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ આશરે ૨૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું મનાય છે. પટેલ સમાજ વાડી, ટુકવાડા અવધ ઓટીપીયા રહેણાંક વિસ્તાર, ચલા, મોરાઇ, ડુંગરા, કરવડ સહિતના નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ નદી જેવા બની જતા વાહન વ્યવહાર ઠપ થયો હતો. શહેરની મોંઘીદાટ સેંકડો કાર અને ટુ-વ્હીલર પાણીમાં ડૂબી જતા લોકોને લાખોનું નુકસાન થયું છે. સલવાવ ધનવાડીમાં સવારથી જ અનેક લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. આ ઉપરાંત મોરાઇ, ટુકવાડા સહિતના વિસ્તારોમાં પાણી ઘરમાં ઘૂસી જતા પરિવારો છત પર આશરો લેવા મજબૂર બન્યા હતા. મોડી સાંજે વાપી મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ અને લ્ઝ઼ય્જ્ની ટીમોઍ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સંખ્યાબંધ લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું હતું.
સમગ્ર વાપી અને આજુબાજુના ગામોમાં આવેલી ચાલીઓ પાણીમાં ગરકાવ થઈ જતા સામાન્ય લોકોની હાલત કફોડી બની ગઈ છે. ઘરવખરી, અનાજ અને કપડાં બધું પાણીમાં તણાઈ ગયું હતું. ઔદ્યોગિક વિસ્તારમાં પણ સ્થિતિ ગંભીર છે.
મોરાઇની વેલસ્પન, આલોક સહિત વાપી ઞ્ત્ઝ઼ઘ્ની અનેક કંપનીઓમાં પાણી ભરાતા મશીનરી અને કાચો માલ નષ્ટ થયો છે. અનેક ફેક્ટરીઓમાં માલ સામાન પાણીમાં તરતો જોવા મળ્યો હતો. પરિસ્થિતિને પહોંચી વળવા વાપી મહાનગરપાલિકાના કારોબારી ચેરમેન સતીશ પટેલ, મેયર દક્ષાબેન, ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ અને ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ સહિતની ટીમ મેદાને આવી હતી. તેઓઍ વાપી રેલવે સ્ટેશન તેમજ રેસ્ક્યૂ કરાયેલા અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ફસાયેલા લોકોને ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ કર્યું હતું. તંત્ર દ્વારા રાહત કેમ્પ શરૂ કરીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.