Damanganga Times.

Damanganga Times.

July 25, 2026

દમણની ત્ઘ્ઞ્ખ્લ્ ટીમે નદીમાં ફસાયેલા ત્રણ માછીમારોનું રેસ્કયુ કર્યુ

દમણની ત્ઘ્ઞ્ખ્લ્ ટીમે નદીમાં ફસાયેલા ત્રણ માછીમારોનું રેસ્કયુ કર્યુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૪ ઃ ભારતીય કોસ્ટ ગાર્ડ ઍર સ્ટેશન (ત્ઘ્ઞ્ખ્લ્) દમણે ૨૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ ઝડપી અને સાહસિક શોધ અને બચાવ  કામગીરી હાથ ધરી હતી, જેમાં કડાયા ખાતે કોલક નદીમાં ઝાડ પર ફસાયેલા ત્રણ માછીમારોને બચાવ્યા હતા.
ત્ઘ્ઞ્ખ્લ્ દમણની આપત્તિ રાહત ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રતિકૂળ હવામાન અને નદીના મજબૂત પ્રવાહો સહિત પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરીને, ટીમે પૂરગ્રસ્ત નદીમાં ઝાડ પર સફળતાપૂર્વક પહોંચી અને ૭૦ વર્ષથી વધુ ઉંમરના ઍક વૃદ્ધ સહિત ત્રણેય માછીમારોને બચાવ્યા. ભારતીય કોસ્ટ ગાર્ડના તાત્કાલિક પ્રતિભાવ, ઉચ્ચ વ્યાવસાયિકતા અને અદમ્ય હિંમતને કારણે તમામ માછીમારોને કોઈપણ ઈજા વિના સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતાં.
આ કામગીરી ફરી ઍકવાર કુદરતી આફતો અને કટોકટી દરમિયાન જીવન અને સલામતીનું રક્ષણ કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.