Damanganga Times.

Damanganga Times.

July 25, 2026

વાપીનો જળબંબાકાર સ્વિમીંગ પુલમાં ફેરવાયો

વાપીનો જળબંબાકાર સ્વિમીંગ પુલમાં ફેરવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ વાપીમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને રેલવેના જે-ટાઈપ વિસ્તારમાં આવેલા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. પાણીનું સ્તર ઍટલું વધી ગયું હતું કે બે-ચક્રી અને ચાર-ચક્રી વાહનો માટે અંડરબ્રિજમાંથી પસાર થવું જોખમી બનતાં પોલીસે અને સ્થાનિક તંત્રે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
ઍક તરફ લોકો પાણી ભરાવાને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્ના હતા, ત્યારે બીજી તરફ કેટલાક નાના બાળકો અને યુવાનો માટે આ સ્થળ જાણે સ્વિમિંગ પૂલ બની ગયું હોય તેવું દૃશ્ય જોવા મળ્યું હતું. અનેક બાળકો તેમજ કેટલાક લોકોઍ ભરાયેલા પાણીમાં કૂદાકૂદી કરી નાહવાની મજા માણી હતી. કેટલાક લોકોઍ આ દૃશ્યો પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં પણ શેર કર્યા હતા.
જોકે, અંડરબ્રિજમાં ભરાયેલા વરસાદી પાણીમાં ઉતરવું જોખમી બની શકે છે. પાણીની ઊંડાઈ, ગટરના ખુલ્લા ઢાંકણા અથવા વીજ પ્રવાહ જેવા જોખમોને ધ્યાનમાં રાખીને તંત્રે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.