ભંડારકચ્છમાં ખેતરમાં ૧૫૦થી વધુ આબા-કમલોને નુકશાન
- byDamanganga Times
- 25 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૨૪ ઃ નાનાપોંઢા તાલુકા ના ભંડારક્ચ્છ ગામના રમેશભાઈ સોનજીભાઈ પટેલ ના ખેતર માં નાખેલી ચાર વર્ષ ની ૧૫૦ થી વધુ આંબાની કલમો પૂરમાં ધોવાણ થતા વ્યાપક નુકશાન થવા પામ્યું છે.ઉલ્લેખનીય છે. ભંડારકચ્છ ગામ માંથી પસાર થતી ખનકી માં ભારે વરસાદ માં ઇતિહાસ માં પહેલી વાર આટલું મોટું પૂર રૌદ્ર રૂપ જોવા પામ્યું હોવાનું જાણવા મળે. જે ની આજુબાજુના ખેતરો માં વ્યાપક ધોવાણ થયું હોવાનું જાણવા મળે છે.
જેમાં રમેશભાઈ પટેલના ખેતર ડાંગર ની રોપણી કરી હતી. આ ઉપરાંત ખેતરમાં રોપેલી આંબાની પાંચ વર્ષની ૧૫૦ થી વધુ કલમો પૂરમાં ધોવાય જમીનદોસ્ત થતા વ્યાપક નુકશાન થવા પામ્યું હતું. જે અંગે સરકાર અસરગ્રસ્ત વિસ્તાર નું સર્વે કરી મળવા પાત્ર વળતર ચૂકવે તેવી લોકો માં માંગ ઉઠી રહી છે.
