Damanganga Times.

Damanganga Times.

July 25, 2026

વારોલીતલાટમાં ઘર ધરાશાયી

વારોલીતલાટમાં ઘર ધરાશાયી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 ચીવલ, તા.૨૩ ઃ વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના વારોલી તલાટ (ભવાનપાડા) ગામમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ઍક દુઃખદ ઘટના બની છે. ગામના નગીનભાઈ રાવજાભાઈ વળવીનું કાચું મકાન ગુરુવારે વહેલી સવારે અંદાજે ૨ઃ૩૦ વાગ્યે અચાનક ધરાશાયી થઈ ગયું હતું. ઘટના સમયે પરિવારના તમામ સભ્યો ઘરમાં હાજર હતા પરંતુ સદનસીબે તેઓ સમયસર બહાર નીકળી જતાં તમામનો આબાદ બચાવ થયો હતો. જોકે, મકાન ધરાશાયી થતાં ઘરમાં બાંધેલા બે બળદ કાટમાળ નીચે દટાઈ જતાં તેમના મોત નીપજ્યાં હતા, જેના કારણે પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આ ઉપરાંત ઘરમાં રહેલી ઘરવખરી, અનાજ, કપડાં, બાળકોના શૈક્ષણિક પુસ્તકો તેમજ રોજિંદા જીવન માટે જરૂરી અન્ય સામાન સંપૂર્ણપણે નાશ પામ્યો છે. ઘટનાને પગલે પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે અને તાત્કાલિક સહાયની જરૂરિયાત ઉભી થઈ છે.સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી બચાવ અને સહાય કામગીરીમાં જોડાયા હતા. અસરગ્રસ્ત પરિવારે સરકાર તરફથી તાત્કાલિક આર્થિક સહાય અને પુનર્વસનની માંગ કરી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નાનાપોઢા તાલુકાના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે અને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્ના છે.