Damanganga Times.

Damanganga Times.

July 25, 2026

ઉમરગામમાં મેઘ તાંડવથી વ્યાપક નુકશાન

ઉમરગામમાં મેઘ તાંડવથી વ્યાપક નુકશાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 ઉમરગામ, તા. ૨૪ ઃ ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર ૪ વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાતા નગરપાલિકાના હોદ્દેદારો અને ઉમરગામ શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો મદદ ઍ દોડી ગયા હતા. બુધવારે રાત્રે ઝડપી પવન સાથે વરસેલા વરસાદને કારણે ઉમરગામ તાલુકામાં નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી હતી. ઉમરગામ તાલુકાના ટેમ્ભી માછીવાડ વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પર માઠી અસર જોવા મળી હતી. અનેક વિસ્તારોમાં ઝાડ તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. જીઆઇડીસી કોલોની વિસ્તારમાં જાંબુ નુ ઝાડ તૂટી પડતા કારને ભારે નુકસાન થયું હતું સાથે જ વીજપોલ ધરાશાઇ થયો હતો. ફણસા  સહિત દરિયા કઠા વિસ્તારના ગામો માં વીજ પુરવઠો ખોરવાતા  અંધારપટ જોવા મળ્યો હતો.
ઉમરગામ તાલુકામાં ૨૪ કલાક દરમિયાન આશરે ૩૦ ઇંચ જેટલો વરસાદ ખાબકતા મુખ્ય માર્ગો નું વ્યાપક ધોવાણ થયું હતું. ફાયર વિભાગ ઍનડીઆરઍફ ની ટીમ સ્થાનિક તંત્રના અધિકારીઓ સતત અસરગ્રસ્ત વિસ્તારમાં દોડી રહ્ના હતા.
કેટલાક વિસ્તારોમાં સમાચાર લખાય છે ત્યાં સુધી વીજ પુરવઠો બહાલ થઈ શક્યો ન હતો. ઉમરગામ સ્ટેશન વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારોની સ્થિતિ કફોડી બની હતી. હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને ધ્યાને લઈ તંત્ર ઍલર્ટ મોડ પર જોવા મળી રહ્નાં છે. અસરગ્રસ્તો અને સુરક્ષિત સ્થળે ખસેડી તેઓના રહેવા અને ખાવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુરુવારે વહેલી સવારથી અવિરત વરસી રહેલા વરસાદ ને કારણે કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળી રહી હતી મુખ્ય માર્ગો પર ઍકલદોકલ વાહનો દોડતા જોવા મળ્યા હતા. ઔદ્યોગિક વિસ્તારના અનેક ઍકમો માં પાણી ભરાયા હતા. જોકે રાહત બાબત છે કે કોઇ જાન હાનિ થઈ ન હતી.