સેલવાસમાં અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા
- byDamanganga Times
- 25 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૪ ઃ દાદરા અને નગર હવેલીમાં ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં ૭૪૦ મીમીથી વધુ વરસાદ નોંધાતા સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે નદીઓ છલકાઈ ગઈ છે, અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઍનડીઆરઍફ, જિલ્લા પ્રશાસન, પોલીસ તથા ફાયર વિભાગની ટીમો બચાવ અને રાહત કામગીરીમાં સતત તૈનાત છે. સૌથી વધુ અસર સેલવાસ, અથલ, પિપરિયા, ખાનવેલ અને મોરખલ વિસ્તારોમાં જોવા મળી છે. વધતા પૂરનાં પાણીમાં ફસાયેલા ખાનવેલ અને મોરખલના અનેક લોકોને ઍનડીઆરઍફ અને પ્રશાસનની ટીમોઍ સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
સતત વરસાદને કારણે જિલ્લામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને મિલકતોને નુકસાન થયું હતું. નગરપાલિકા અને પ્રશાસનની ટીમોઍ વૃક્ષો હટાવી માર્ગ વ્યવહાર પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન ઍરટેલનું મોબાઇલ નેટવર્ક પણ લાંબા સમય સુધી ઠપ્પ રહેતાં હજારો ગ્રાહકોને સંચાર વ્યવહારમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મધુબન ડેમમાં સતત વધતા પાણીના -વાહને કારણે દમણગંગા નદીનું જળસ્તર ઊંચું રહ્નાં છે. જિલ્લા પ્રશાસને નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા તેમજ પાણી ભરાયેલા રસ્તાઓ અને પુલો પરથી પસાર ન થવાની અપીલ કરી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરતાં તમામ બચાવ ઍજન્સીઓને હાઈ ઍલર્ટ પર રાખવામાં આવી છે.
