વેજલપુરગામે ૨૦ ઘરોમાં પાણી ભરાયા
- byDamanganga Times
- 23 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ ઃ વલસાડના વેજલપોલ ગામમા ઔરંગા નદીના પાણી અચાનક ગામમાં ઘૂસી જતાં ૨૦થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે, રાહતની વાત ઍ છે કે પરિસ્થિતિ વધારે વણસે તે પહેલાં જ ગામના સરપંચ, અન્ય સભ્યો અને સ્થાનિક આગેવાનોઍ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. તેઓઍ જાતે પાણીમાં ઉતરીને ઘરોમાં ફસાયેલા લોકોને સહીસલામત બહાર કાઢ્યા છે અને તેમનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે.
