Damanganga Times.

Damanganga Times.

July 23, 2026

ચલા ઘ્ણ્ઘ્ ગરીબ દર્દીઅો માટે આશિર્વાદ

ચલા ઘ્ણ્ઘ્ ગરીબ દર્દીઅો માટે આશિર્વાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૨ ઃ વાપીના ચલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઘ્ણ્ઘ્માં દરરોજ સરેરાશ ૫૦૦ જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે. ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પર આવેલી આ સરકારી હોસ્પિટલ મહારાષ્ટ્રના પાલઘર, દહાણુથી લઈ વાપી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના હજારો ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે.

હોસ્પિટલના આંકડા મુજબ દર મહિને ૧૨ થી ૧૪ હજારની ઓપીડી નોંધાય છે. ઉપરાંત દર મહિને ૧૦૦થી વધુ નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી પણ અહીં કરવામાં આવે છે. હાલ ચોમાસાની સિઝનને કારણે તાવ, શરદી-ઉધરસ,  મેલેરિયા જેવી સિઝનેબલ બીમારીઓના દર્દીઓનો ધસારો ખાસ વધ્યો છે.

ઘ્ણ્ઘ્માં હાલ ૭ મેડિકલ ઓફિસર ફરજ બજાવે છે. જેમાં ૧ સર્જન, ૨ ગાયનેક, ૧ પીડિયાટ્રિશ્યન, ૧ મનોચિકિત્સક, ૧ ત્વચા ચિકિત્સક અને ૧ દંત ચિકિત્સકનો સમાવેશ થાય છે. ૩૦ વોર્ડબોયની મંજૂર જગ્યામાંથી ૧૦ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે. જોકે આટલા મોટા દર્દીઓના ભારણ છતાં હોસ્પિટલમાં હજુ ફિઝિશિયન અને ઍનેસ્થેસિયાના તબીબની ઘટ વર્તાય છે. જેના કારણે ગંભીર કેસોમાં દર્દીઓને વલસાડ સિવિલ  રેફર કરવા પડે છે.