વાપી ઝંડાચોક પાસેના સીઍનજી પંપ પર વાહનોના ટ્રાફિકને કંટ્રોલ કરવો જરુરી
- byDamanganga Times
- 23 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૨ ઃ વાપી ઍસટી બસ ડેપો નજીક આવેલા સીઍનજી ગેસ પંપ પર સીઍનજી ગેસ ભરાવવા માટે આવતા વાહનો મુખ્ય માર્ગ પર જ કતારમાં ઉભા રહી જતા હોવાથી રોજિંદી ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો લાગતા અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હાલમાં વાપી પૂર્વ અને પડ્ઢિમને જોડતો જૂનો રેલવે ઓવરબ્રિજ તોડી નવો બનાવવાની કામગીરી ચાલી રહી છે. સાથે જ હંગામી ધોરણે શરૂ કરાયેલ રેલવે ફાટક પણ બંધ કરવામાં આવ્યું છે. બીજી તરફ વરસાદી સિઝનમાં જે ટાઈપ વિસ્તારમાં આવેલ રેલવે અંડરબ્રિજમાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાઈ જતા ત્યાંથી વાહનવ્યવહાર બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં હાલમાં બલીઠા રેલવે અંડરબ્રિજ જ પૂર્વ અને પડ્ઢિમ વચ્ચે અવરજવરનો મુખ્ય માર્ગ બની ગયો છે.
બલીઠા તરફથી ઝંડાચોક તરફ આવતા મોટાભાગના વાહનોને ઍસટી બસ ડેપો નજીકના સી ઍન્ડ જી ગેસ પંપ પાસેથી પસાર થવું પડે છે. પરંતુ ગેસ ભરાવવા માટે મુખ્ય માર્ગ પર જ ઉભા રહેતા વાહનોને કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે, જેના કારણે સામાન્ય વાહનચાલકો તેમજ ઍસટી બસોને પણ અવરજવરમાં મુશ્કેલી પડે છે. સ્થાનિક નાગરિકોઍ માંગ કરી છે કે ગેસ પંપ સંચાલકો અને ટ્રાફિક પોલીસ સંયુક્ત રીતે યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા ગોઠવે, ગેસ ભરાવવા આવતા વાહનોને મુખ્ય માર્ગ પર ઉભા રહેતા અટકાવે અને જરૂર પડે તો અલગ કતારની વ્યવસ્થા કરે, જેથી શહેરના આ મહત્વના માર્ગ પર ટ્રાફિકની સમસ્યામાં રાહત મળવાની શક્યતા છે.
