Damanganga Times.

Damanganga Times.

July 23, 2026

ઉદવાડા પાસે રેલ્વે ટ્રેકની માટી ધસતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો

ઉદવાડા પાસે રેલ્વે ટ્રેકની માટી ધસતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૨ ઃ ભારે વરસાદના કારણે પારડી તાલુકાના ઉદવાડા રેલવે સ્ટેશન નજીક માળખાકીય નુકસાનના અહેવાલ મળી રહ્ના છે. પારડીના પલસાણા પાસે રેલવે ટ્રેકની સાઈડમાંથી જમીન ધસી પડતા રેલ વ્યવહાર ભારે પ્રભાવિત થયો છે.વેસ્ટ્ન રેલવે ની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી વહેલી સવારે પડેલા અતિભારે વરસાદને કારણે વાપીથી વલસાડ જતી ડાઉન લાઈન પર પલસાણા પાસે ટ્રેકની સાઈડમાંથી મોટા પાયે માટીનું ધોવાણ થઈ ગયું છે.જમીન ધોવાઈ જવાના કારણે વાપીથી વલસાડ તરફ જતો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. જેના પરિણામે આ રૂટ પરથી પસાર થતી અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે.સાવચેતીના ભાગરૂપે સામેના ટ્રેક પરથી પસાર થતી ટ્રેનોની ઝડપ પણ ઘટાડી દેવામાં આવી છે અને તેમને અત્યંત ધીમી ગતિઍ પસાર કરવામાં આવી રહી છે ઘટનાની જાણ થતાં જ વલસાડ રેલવે વિભાગની ટેકનિકલ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે અને ટ્રેકનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.