Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વાપી ટાઉનમાં ઠગાઈના ૨ ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

વાપી ટાઉનમાં ઠગાઈના ૨ ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૧ ઃ વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનના ગુનાહિત વિશ્વાસઘાતના ૨ ગુનામાં નાસતા ફરતા આરોપી હાર્દિક શંકરભાઈ ધોડીયા પટેલ ઉ.વ.૩૮ ને ઝડપી પાડવામાં આવ્યો છે.
સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વલસાડ ઍલ.સી.બી.ના પી.આઈ. ઍ.યુ.રોઝની સૂચનાથી પી.ઍસ.આઈ. જે.બી. ધનેશા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. પકડાયેલ આરોપી વિરુદ્ધ વાપી ટાઉન પો.સ્ટે.માં  વિશ્વાસઘાતના ૨ ગુના નોંધાયેલા હતા. આરોપી મૂળ મોટી તંબાડી, આહીર ફળીયા, તા.વાપીનો રહેવાસી છે. હાલ તે સાકેત બિલ્ડીંગ, સાકેત કોમ્પ્લેક્સ, ડોકમરડી, આમલી, સેલવાસ દાદરા અને નગર હવેલી ખાતે રહેતો હતો. પોલીસે આરોપીને વાપી ખાતેથી કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.