Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વાઠોડા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

વાઠોડા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૧ ઃ ધરમપુર તાલુકાના વાઠોડા ગામે હનુમાન મંદિર પાસે ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે છાપો મારતા ગત રાત્રે  ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
વરલી મટકાનો જુગાર રમનારા ઓ પૈકી નીચે મુજબ ના આરોપીઓ ની અટક કરી હતી જેમા મોહનભાઈ ચંદરભાઈ જાદવ (ઉ.વ. આશરે ૪૦), કમલેશભાઈ રાજીરામભાઈ જાદવ (ઉ.વ. આશરે ૩૩), આનંદભાઈ ચંદરભાઈ જાદવ (ઉ.વ. આશરે ૩૭), તમામ રહે. વાઠોડા, તા. ધરમપુર, તેમજ સુનીલભાઈ રવજીભાઈ ગાંવિત, રહે. વાંગણ ગામ. પોલીસની પ્રાથમિક વિગતો મુજબ, આરોપીઓ ઍકબીજાની મદદગારીથી વગર પાસ-પરમિટે આંક-ફરકથી વરલી મટકાનો  હાર-જીતનો જુગાર રમતા-રમાડતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી વરલી મટકાના જુગારના સાધનો, જેમાં મોબાઇલ ફોન નંગ-૧, કાપલી બુક નંગ-૧, બોલપેન નંગ-૧, આંક લખેલી કાપલી નંગ-૨ તેમજ આરોપીઓની અંગઝડતીમાંથી મળેલ રૂ. ૧,૬૮૦ રોકડ સહિત કુલ રૂ. ૬,૬૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.