ધરમપુર તાલુકામાં વરસાદી પાણીથી અનેક માર્ગો બંધ
- byDamanganga Times
- 22 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૧ ઃ ધરમપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદ વચ્ચે આજે પણ દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહ્ના હતો. આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૩૪મીમી વરસાદ નોંધાતા સિઝનનો કુલ વરસાદ ૮૪૬ મીમી પર પહોંચ્યો છે. ભારે વરસાદના પગલે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નાના નદી-નાળા તેમજ કોઝવે-કમ-પુલ ઉપર વરસાદી પાણી ફરી વળતાં અનેક માર્ગો પર વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. ધરમપુર તાલુકાના વિવિધ ગ્રામ્ય માર્ગો પર વરસાદી પાણીના ઓવરટોપિંગના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી હતી.
જોકે, પાણીનો પ્રવાહ ચાલુ હોય તે દરમિયાન કોઝવે અને પુલ પરથી પસાર થતી વખતે સાવચેતી રાખવા અને પાણીના પ્રવાહ દરમિયાન આવા માર્ગો પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે.
