બીલીમોરામાં બંધ મકાનમાં રૂ.૪.૧૫ લાખની ચોરી
- byDamanganga Times
- 22 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા,તા.૨૧ ઃ બીલીમોરામાં ઍક બંધ મકાનની બારીની ગ્રીલ તોડી તસ્કરો રૂ.૪,૧૫,૦૯૨ ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.
બીલીમોરાની નવજીવન કોલોનીમાં રહેતા અને બરોડા ક્રિકેટ ઍસોસિઍશન તેમજ બીલીમોરા વી.ઍસ. પટેલ કોલેજમાં ક્રિકેટ કોચ તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર રમેશચંદ્ર પંચાલ ગત શનિવાર સાંજે પરિવાર સાથે દમણ ફરવા ગયા હતાં. અને તા.૨૦/૦૭/૨૦૨૬ ના રોજ સવારે પોણા બારેક વાગ્યે તેઓ પરત ફર્યા હતા. ઘરમાં પ્રવેશતા જ સામાન વેરવિખેર હાલતમાં હતો. બેડરૂમની બારીની ગ્રીલ તોડેલી જાવા મળી હતી, જ્યાંથી તસ્કરોઍ બંને બેડરૂમના કબાટ ખોલી રોકડ રૂ. ૧૫ હજાર, ઇંગ્લેન્ડના પાઉન્ડ ૯૫ (કિંમત અંદાજે રૂ.૧૩,૩૩૬) યુરોપના ૨૫ યુરો (કિંમત અંદાજે રૂ. ૨,૭૫૬) સોનાની ૨ પેન્ડલ વાળી ચેઇન (૨૫ ગ્રામ) રૂ. ૨ લાખ, સોનાનું ૧ બ્રેસલેટ (૫ ગ્રામ) અંદાજે રૂ. ૪૦હજાર, ૩ સોનાની વીંટીઓ (૮ ગ્રામ) અંદાજે રૂ. ૬૪ હજાર, ૧ જોડી સોનાની કાનની બુટ્ટી (૬ ગ્રામ) રૂ. ૪૮ હજાર, ૧ સોનાની વીંટી (૪ ગ્રામ) અંદાજે રૂ. ૩૨ હજાર મળી કુલ રૂ. ૪,૧૫,૦૯૨ ની ઉઠાંતરી કરી ગયા હતા. આ અંગે ઘર માલિક રાજેશકુમાર પંચાલે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોîધાવી હતી.
