આજે જિલ્લામાં ૧૫૩ રસ્તા બંધ, સિઝનનો વરસાદ ૪૪ ઈંચ થયો
- byDamanganga Times
- 22 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૧ ઃ આજે ભારત સરકારના હવામાન વિભાગ તરફથી ૭ દિવસ માટે જિલ્લાવાર આગાહી જાહેર કરવામાં આવી હતી ઍ મુજબ બુધવારે વલસાડ, નવસારી જિલ્લામાં રેડ ઍલર્ટ જયારે ગુરુવારે અોરેન્જ અને પછી યલો ઍલર્ટની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. જયારે વલસાડ જિલ્લા ફલડ કંટ્રોલરૂમ તરફથી માહિતી પ્રમાણે આજે મંગળવારે સવારે ૬ કલાકથી સાંજે ૬ કલાક સુધીમાં વલસાડ જિલ્લામાં કુલ ૪૬.૭૧ મી.મી. વરસાદ સરેરાશ નોîધાયો હતો. તાલુકા મુજબ જાઈઍ તો વલસાડ તાલુકામાં ૪૭ મીમી., ધરમપુર તાલુકામાં ૩૪ મીમી, પારડીમાં ૩૪ મીમી, કપરાડામાં ૯૮ મીમી, ઉમરગામમાં ૦, વાપીમાં ૩૧ મીમી. અને નાનાપોîઢામાં ૮૩ મીમી સરેરાશ વરસાદ નોîધાયો હતો. સિઝનનો કુલ વરસાદ ૧૧૧.૨૯ મીમી ઍટલે કે ૪૪ ઈંચ સુધી પહોચ્યો છે.બીજી બાજુ વલસાડ જિલ્લામાં આજે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં રસ્તાઅોની સ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી હતી ઍ મુજબ વરસાદને કારણે રોડ અને કોઝવે અોવરટેપીંગ થવાના કારણે જિલ્લાના ૬ તાલુકાઅોમાં કુલ ૧૫૩ રસ્તાઅો બંધ કરવા પડયા હતાં. જેમાં કપરાડામાં ૪૧, ધરમપુરમાં ૯, પારડીમાં ૩૯, નાનાપોîઢામાં ૩૨, ઉમરગામમાં ૨ અને વલસાડમાં ૩૦ રસ્તાનો સમાવેશ થાય છે.
