ધરમપુરમાં પ્રથમ વખત ભગવાન શ્રી જગન્નાથજીની શોભાયાત્રા નીકળશે
- byDamanganga Times
- 22 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૧ ઃ ધરમપુરની ધર્મ-ેમી જનતા માટે અત્યંત હર્ષ અને આનંદના સમાચાર છે. ઇસ્કોન ધરમપુર દ્વારા -થમ વખત ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા રવિવાર, તા. ૨૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી જગન્નાથજી, ભગવાન બળદેવજી અને માતા સુભદ્રાજીના દિવ્ય રથના દર્શનનો પાવન લાભ ભક્તોને મળશે. સમગ્ર યાત્રા દરમિયાન હરિનામ સંકીર્તન, ભજન-કીર્તન અને ભક્તિમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રા ધરમપુરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. કાર્યક્રમ મુજબ બપોરે ૧ૅં૦૦ વાગ્યે ૫૬ ભોગ ૩ૅં૦૦ વાગ્યે ભગવાનનું આગમન ૪ૅં૦૦ વાગ્યે શોભાયાત્રાનો -ારંભ અને ૬ૅં૦૦ વાગ્યે શોભાયાત્રા પૂર્ણ થશે. શોભાયાત્રા દસોંદી ફળિયાથી -ારંભ થઈ રાધા કૃષ્ણ મંદિર, ટાવર મોટા બજાર, સમડી ચોક, પુરોહિત ફળિયા, -ભુ ફળિયા, જેલ રોડ અને ગાર્ડન રોડ થઈ ફરી દસોંદી ફળિયા ખાતે પરત ફરશે. ઇસ્કોન ધરમપુર દ્વારા સમગ્ર ધરમપુર તથા આસપાસના વિસ્તારોના ધર્મ-ેમી ભક્તોને આ ઐતિહાસિક અને ભક્તિમય શોભાયાત્રામાં પરિવાર સાથે ઉપસ્થિત રહી ભગવાનના દિવ્ય દર્શન, આરતી તથા મહા-સાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
