વાપીની જનસેવા હોસ્પિટલમાં સ્વૈચ્છીક રકતદાન શિબિર યોજાઈ
- byDamanganga Times
- 22 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ શ્રેયસ મેડીકેર સંચાલિત જનસેવા હોસ્પિટલ ખાતે શ્રી શ્યામ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અને જનસેવા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનું ઉદ્ઘાટન હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી સુરેખ દેસાઈ, ટ્રસ્ટી વિનયભાઈ દેસાઈ તથા ટ્રસ્ટના હોદ્દેદારોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ -સંગે ટ્રસ્ટના લાખન સેન, રાધાકિશન સૈની, વિનોદ શર્મા, સુરેશ તિવારી, વિનીત ઓઝા, આનંદ અગ્રવાલ, દીપક બાહેતી, અરવિંદ અગ્રવાલ અને સુનીલ અગ્રવાલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા.
મેનેજિંગ ટ્રસ્ટી સુરેખ દેસાઈઍ હોસ્પિટલમાં કાર્યરત બ્લડ સ્ટોરેજ બેંકનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે સમયસર ઉપલબ્ધ રક્ત અનેક દર્દીઓ માટે જીવનદાતા બની શકે છે. તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સેવાઓની માહિતી આપી વધુમાં વધુ લોકોને સ્વૈચ્છિક રક્તદાન માટે આગળ આવવા અપીલ કરી હતી. વલસાડ રક્તદાન કેન્દ્રના ડૉક્ટરે રક્તદાનની સલામત -ક્રિયા, તેના લાભો અને સમાજ માટેના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. હોસ્પિટલના ડૉ. હિમાંશુ પટેલ અને ડૉ. રાહુલ ગુાઍ રક્તદાતાઓનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.
