Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

પારનેરામાં વલસાડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા શિક્ષણ સેવા સંગઠન પર્વની ઉજવણી થઈ

પારનેરામાં વલસાડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા શિક્ષણ સેવા સંગઠન પર્વની ઉજવણી થઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૧ ઃ વલસાડ જિલ્લામાં સાર્વજનિક માધ્યમિક શાળા વલસાડ, પારનેરા માં ગુજરાત રાજ્ય સંકલન સમિતિ પ્રેરિત વલસાડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા શિક્ષણ સેવા સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પારનેરા સાર્વજનિક માધ્યમિક શાળા વલસાડમાં ગુજરાત રાજ્ય સંકલન સમિતિ પ્રેરિત વલસાડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા શિક્ષણ સેવા સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આમંત્રિત મહિમાન ઓના  વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આચાર્ય જયશ્રીબેને સુંદર પ્રાર્થના પ્રસ્તુત કરી હતી. ત્યાર બાદ વલસાડ જિલ્લા આચાર્ય સંઘના સભ્ય સ્વર્ગસ્થ જતીનભાઈને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. વલસાડ જિલ્લા સંકલન સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલે મહેમાનઓનું શાબ્દિક પ્રવચન કરી આવકાર્ય હતાં.
આ કાર્યક્રમમાં શિક્ષણ સાથે જોડાયેલ શાળા સંચાલક મંડળ, આચાર્ય સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને વહીવટી કર્મચારી સંઘ દ્વારા તમામ સંવર્ગોમા સેવા બજાવતા દરેકને ઍક સંકલન સમિતિ સાથે જોડવા માટેનો પ્રયત્ન સમગ્ર ગુજરાત રાજ્યમાં થઈ રહ્ના છે તો ઍ અનુસંધાને આજે ગુજરાત રાજ્ય સંચાલક મંડળના ઉપપ્રમુખ પ્રવીણભાઈ રાણા, આચાર્ય મહામંડળના મહામંત્રી ભરતભાઈ, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ બાબુભાઈ પટેલ, રાજ્ય વહીવટી સંઘના પ્રતિનિધિ મિતેશભાઈ મોદી વગેરે ઉપસ્થિત રહ્ના. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મહામંડળમાંથી ઉપસ્થિત રહેલા પ્રતિનિધિઓઍ ખુબજ સરળ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.   આ પ્રોગ્રામમાં શાળા સંચાલક મંડળના પ્રમુખ કમલેશભાઈ દેસાઈ, આચાર્ય સંઘના પ્રમુખ દિનેશભાઈ, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ દીપકભાઈ, ઉચ્ચતર માધ્યમિક વિભાગના પ્રમુખ નિનાદભાઈ, વહીવટી સંઘના પ્રમુખ સંજયભાઈ તેમજ જિલ્લાની વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતાં.
કાર્યક્રમના અંતે મહેમાનશ્રીઓ, યજમાન શાળાના સંચાલક આચાર્ય તેમજ ઉપસ્થિત સૌનો આભાર નીનાદભાઈઍ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મુકેશભાઈ પટેલે કર્યું હતું.