ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં ‘આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ’ ઉજવાયો
- byDamanganga Times
- 22 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૧ ઃ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) દ્વારા તા. ૨૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ–૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ચંદ્ર, અવકાશ વિજ્ઞાન તથા અંતરિક્ષ સંશોધન પ્રત્યે વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસા અને રસ કેળવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં શિક્ષા સહાયક કૃણાલકુમાર આર. ચૌધરી દ્વારા આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસનું મહત્વ, તેની ઉજવણીનો હેતુ તથા ચંદ્ર સંશોધનનું વૈજ્ઞાનિક મહત્વ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું.
તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ દર વર્ષે ૨૦ જુલાઈઍ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાઍ ડિસેમ્બર ૨૦૨૧માં આ દિવસને સત્તાવાર માન્યતા આપી હતી અને તેની પ્રથમ ઉજવણી ૨૦ જુલાઈ, ૨૦૨૨ના રોજ કરવામાં આવી હતી. ૨૦ જુલાઈની તારીખનું વિશેષ મહત્વ ઍ છે કે ૨૦ જુલાઈ, ૧૯૬૯ના રોજ ઍપોલો-૧૧ મિશન દ્વારા માનવજાતે પ્રથમ વખત ચંદ્ર પર સફળતાપૂર્વક પગ મૂક્યો હતો. આ ઐતિહાસિક વૈજ્ઞાનિક સિદ્ધિના સ્મરણાર્થે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને ચંદ્ર વિષયક માહિતીપ્રદ ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી, ત્યારબાદ જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ ધ. રાઠોડ દ્વારા ભારતનું ચંદ્રિ મશન સ્વપ્નથી સિદ્ધિ સુધીઁ વિષય પર લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન રજૂ કરવામાં આવ્યું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે ચંદ્ર, અંતરિક્ષ વિજ્ઞાન તથા ભારતના ચંદ્ર અભિયાનોને આધારિત ઓપન હાઉસ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની વૈજ્ઞાનિક જાણકારીનું પ્રદર્શન કર્યું.
ત્યારબાદ વિદ્યાર્થીઓઍ ચંદ્રયાન-૩ મિશનના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરના મોડેલનું નિરીક્ષણ કરીને તેની કાર્યપદ્ધતિ વિશે માહિતી મેળવી. ઉપરાંત, ૩ઝ઼ પ્રિન્ટિંગ ટેક્નોલોજી દ્વારા ચંદ્રનું ૩ઝ઼ મોડેલ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેનું જીવંત પ્રાયોગિક નિદર્શન રજૂ કરવામાં આવ્યું,
કાર્યક્રમના અંતિમ તબક્કે શિક્ષા સહાયક કૃણાલકુમાર આર. ચૌધરી દ્વારા કેમિકલ રોકેટ તથા જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ ધ. રાઠોડ દ્વારા વોટર રોકેટનું જીવંત પ્રયોગાત્મક નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઍસ. ઍમ. ઍસ. ઍમ. હાઈસ્કૂલના આચાર્ય દીપકભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષિકા સોનલબેન ઍફ. માલી સાથે કુલ ૬૧ વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક સક્રિય સહભાગિતા નોંધાવી. વિદ્યાર્થીઓઍ ચંદ્ર, અવકાશ વિજ્ઞાન તથા ભારતના અવકાશ સંશોધન અંગે નવી અને ઉપયોગી માહિતી પ્રા કરી. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસા અને અવકાશ વિજ્ઞાન પ્રત્યે વધુ રસ વિકસાવવામાં સફળતા મળી.
