Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

પારડી મેડિકલ હોમમાં ‘અોન હેન્ડ સીઆરપી ટ્રેઈનિંગ’ કેમ્પ સંપન્ન

પારડી મેડિકલ હોમમાં ‘અોન હેન્ડ સીઆરપી ટ્રેઈનિંગ’ કેમ્પ સંપન્ન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૧ ઃ હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેડિકલ હોમ ખાતે  ઇન્ડિયન ઍસોસિઍશન ઓફ પેડિયાટ્રિક્સ, મુંબઇ ચેપટર અને મેહતા હોસ્પિટલ,કિલ્લા પારડી ના સંયુક્ત ઉપક્રમે ઓન હેન્ડ ઘ્ભ્ય્ ટ્રેઇનિંગ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ અચાનક કોઈ વ્યક્તિ ને કાર્ડિયાક ઍરેસ્ટ ઍટલેકે હૃદય બંધથવાની ઘટના બને તો તાત્કાલિક ઘ્ભ્ય્ આપવાથી ઍનો જીવ બચવાની શક્યતા વધી જતી હોય છે.૯૦ થી વધુ યુવાનોઍ ટ્રેઇનિંગ કેમ્પ મા ભાગ લીધો.પારડી પોલીસ સ્ટેશન ના પીઍસ આઈ રાઠીડ સાહેબ સહિત૨૫પોલીસકર્મીઓ,જીવદયા ગ્રુપ અને યુનિટી ગ્રુપ પારનેરા, ઇમરજન્સી બ્લડ ડોનર ગ્રુપ,પારડી સાયન્સ કોલેજ ના ઍન ઍસ ઍસ ના વિદ્યાર્થીઓ, યુવા ભાજપ મોરચા, પારડી શહેર કોંગ્રેસ,વિવિધ હોસ્પિટલ ના કર્મચારીઓ વગેરે ઍ કેમ્પમા ભાગ લીધો હતો. મુંબઇથી ખાસ પધારેલ ડો.રાજેશ કાસલી,ડો નિતા જાનગડ,તેમજ વલસાડ  ના ડો.સંદીપ દેસાઈ દ્વારા ઘ્ભ્ય્ દ્વારા કેવી રીતે વ્યક્તિનો જીવ બચાવી શકાય ઍનું ઓડીઓ વિસ્યુઅલ અને મેનીકવિન ના માધ્યમ થી નિર્દેશન કર્યું. હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ડો.પ્રફુલ મેહતા, ટ્રસ્ટી ડો.નીલમ મેહતા, નીતિનભાઈ દેસાઈ,ગર્વનિંગ કમિટી સભ્ય પ્રીતેશ ભરુચા, પ્રેમલસિંહ ચૌહાણ,સાયન્સ કોલેજના કેમ્પસ ડિરેક્ટર દીપેશ શાહ, લાયન્સ ક્લબ  ભરતદેસાઈ, લા.શાંતિલાલ પટેલ,વાપી બોહરા ક્લબ ના લા.મોહમ્મદ નલવાળા વગેરે ઉપસ્થિત રહ્ના હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. ઉપસ્થિત તમામ યુવાનોઍ મેનિકવિન ઉપર ઘ્ભ્ય્ આપવાની પ્રેક્ટિસ કરી હતી. ત્રણ જેટલા મેનિકવિન  નિર્લેય પટેલ દ્વારા નિઃશુલ્ક પુરા પાડવામાં આવ્યા હતા. કેમ્પ મા ભાગ લેનાર તમામને હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.