Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

જે.પી. પારડીવાલા કોલેજમાં વ્યાખ્યાન યોજાયું

જે.પી. પારડીવાલા કોલેજમાં વ્યાખ્યાન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૧ ઃ કિલ્લા-પારડી સ્થિત જે.પી. પારડીવાલા આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના ફલ્લ્ સમિતિ દ્વારા કોલેજના સેન્ટ્રલ હોલ ખાતે રાષ્ટ્રીય નિર્માણમાં યુવાનોની ભૂમિકા વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા દેવેન્દ્ર પિમ્પુટકર હતા. તેમણે પોતાના ઉદ્બોધનમાં યુવાનોને રાષ્ટ્રના વિકાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આજે ભારતની કુલ વસ્તીમાં આશરે ૨૭્રુ યુવાનો છે, જે દેશની સૌથી મોટી શક્તિ છે. તેમણે શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટ-અપ સંસ્કૃતિ, આત્મનિર્ભરતા અને નવીનતાના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું કે ભારતમાં ૧૨૫થી વધુ યુનિકોર્ન કંપનીઓ યુવાનોની નવીન વિચારશક્તિ અને ઉદ્યોગ સાહસિકતાનું ઉત્તમ ઉદાહરણ છે. સાથે જ મહિલાઓના ઉદ્યોગસાહસિક યોગદાનની પ્રશંસા કરતાં યુવાનોને સ્વદેશી અપનાવો, પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાની તથા વસુધૈવ કુટુંબકમ્ની ભાવનાને જીવનમાં ઉતારી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. ફાલ્ગુનીબેન જી. દેસાઈનું માર્ગદર્શન પ્રા થયું હતું.  કાર્યક્રમનું સંચાલન ઍન.ઍસ.ઍસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. જીતુભાઈ ભોઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. વૈશાલી ચાવડા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના સફળ આયોજનમાં ડૉ. રશ્મિ પરમારનો પણ ટેક્નિકલ ફાળો રહ્ના હતો.
કાર્યક્રમમાં ૨૦૦ જેટલા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોઍ ઉત્સાહભેર હાજરી આપી વ્યાખ્યાનનો લાભ લીધો હતો.