Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

પારડીમાં રિજીયન-૫ની સાત ક્લબોનો જોઇન્ટ ઈન્સ્ટોલેશન સમારોહ યોજાયો

પારડીમાં રિજીયન-૫ની સાત ક્લબોનો જોઇન્ટ ઈન્સ્ટોલેશન સમારોહ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૧ ઃ લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લના તત્ત્વાધાનમાં ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨જ્૨ના રિજીયન-૫ની સાત લાયન્સ ક્લબોની વર્ષ ૨૦૨૬-૨૭ માટેની સંયુક્ત સ્થાપના થ્ંજ્ઞ્ઁદ્દ ત્ઁસ્ર્ન્દ્દીશ્રર્શ્રીદ્દજ્ઞ્ંઁ ઘ્ફૂશ્વફૂંઁક્ક ભવ્ય અને ઐતિહાસિક રીતે યોજાઈ. લાયન્સના ઇતિહાસમાં આ પ્રસંગ ઍક યાદગાર સીમાચિહ્ન બન્યો હતો. જેમાં રિજીયનની સાત ક્લબોના હોદ્દેદારોઍ ઍક જ મંચ પરથી શપથ ગ્રહણ કર્યો હતો આ સમારોહમાં લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લ, લાયન્સ ક્લબ ઓફ વાપી બહોરા, લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ, લાયન્સ ક્લબ ઓફ વાપી રોયલ, લાયન્સ ક્લબ ઓફ ભિલાડ આરાધના, લાયન્સ ક્લબ ઓફ પારડી રત્ન તેમજ લાયન્સ ક્લબ ઓફ પારડીના વર્ષ ૨૦૨૬-૨૭ માટે ચૂંટાયેલા પ્રમુખો અને હોદ્દેદારોઍ ઍકસાથે શપથ ગ્રહણ કર્યો હતો.
સ્થાપના અધિકારી તરીકે લાયન્સ જગતના લોકપ્રિય અને કર્મઠ આઈ.પી.ડી.જી. લાયન મોનાબેન દેસાઈઍ સંગીતની મધુર સુરાવલીઓ વચ્ચે તમામ પ્રમુખો અને હોદ્દેદારોને હોદ્દાના શપથ લેવડાવી ભવ્ય રીતે સ્થાપિત કર્યા. નવા પ્રમુખોઍ ઢોલના તાલ સાથે ઉત્સાહભેર પોતાનો હોદ્દો સંભાળતા સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો સમારોહમાં વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર-૨ લાયન દર્શનાબેન તુરખિયા મુખ્ય અતિથિ તરીકે તથા પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન લાયન નિશિથ કિનારીવાળા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્ના હતા. બંને મહાનુભાવોઍ નવી ટીમોને શુભેચ્છાઓ પાઠવી અને સેવા મિત્રતા તથા સમાજહિતના કાર્યોમાં વધુ સક્રિય બની લાયન્સના મૂલ્યોને આગળ વધારવા પ્રેરણા આપી.
હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મેડિકલ હોમ પારડી ખાતે યોજાયેલા આ સમારોહમાં ઉમરગામથી ભરૂચ સુધીની ૩૦થી વધુ લાયન્સ ક્લબોના અંદાજે ૧૪૦થી વધુ હોદ્દેદારો અને સભ્યોઍ ઉપસ્થિત રહી નવી વરાયેલી ટીમોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમની ઉપસ્થિતિઍ સમગ્ર કાર્યક્રમને વધુ ભવ્યતા અને ગૌરવ પ્રદાન કર્યું હતું
સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન પાછળ લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લની ટીમે અથાગ પરિશ્રમ કર્યો હતો. ખાસ કરીને લાયન પ્રેમલસિંહ ચૌહાણ પ્રમુખ, લાયન પ્રિતેશ ભરુચા, લાયન ભરત દેસાઈ તેમજ સમગ્ર આયોજક ટીમે સુંદર આયોજન કરીને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટના અનેક લાયન મિત્રોઍ પણ ઉત્સાહભેર સહકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંચાલન લાયન પ્રિતેશ ભરુચા દ્વારા કરવામાં આવ્યું હતું.