Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

પારડી પાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

પારડી પાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૧ ઃ પારડી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશનની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને પારડી વિસ્તારમાં નેશનલ હાઈવેની બંને બાજુઓ તેમજ વિવિધ રહેણાંક વિસ્તારોમાં સઘન સાફ-સફાઈ અને કચરાના નિકાલ માટેની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી વલસાડ જિલ્લા કલેક્ટરે આપેલા ખાસ નિર્દેશો અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મળેલી સૂચનાઓનું પાલન સાથે પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલબેન ધાનૈયાના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ મેદાનમાં ઉતરી હતી. જેમાં સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલ પરમાર, સીટી મેનેજર ભૂમિ પટેલ, પંકજ ગરણીયાની ટીમે વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી છે. નગરપાલિકાની ટીમે આજે ફાઉન્ટન હોટલ સામે સર્વિસ રોડ, ફિલ્ટર પ્લાન્ટ ની બાજુ નો વિસ્તાર, મોરારજી દેસાઈ હોલ, સદગુરુ સોસાયટી, પ્રજાપતિ હોલ પાસે, પારડી તળાવની પાળ અને સર્વિસ રોડ પર સફાઈ કરવામાં આવી હતી ચીફ ઓફિસર કોમલબેન ધાનૈયા ઍ જણાવ્યું કે કલેક્ટર નીતિન સાંગવાન દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપેલ સૂચનાઓને ધ્યાને રાખીને સૌ પ્રથમ નેશનલ હાઈવેની બંને બાજુઍ સફાઈનું આયોજન કર્યું છે. આ ઍક માસ સફાઈ અભિયાન છે જેમાં જેસીબી, ટ્રેક્ટર સાથે પાલિકા  ટીમ સક્રિય છે. કચરો સાફ કરવા ઉપરાંત લટકતા વાયરો અને જૂના બેનરો હટાવીને શહેરને દ્રશ્યમાન રીતે સ્વચ્છ બનાવવાની કામગીરી ચાલુ છે.
કલેક્ટર પણ આ કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્ના છે, અને પ્રાંત તથા મામલતદાર અને જિલ્લા વહીવટી તંત્રનો સહયોગ મળી રહ્ના છે. આ સ્વચ્છતા અભિયાનથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોઍ પણ રાહતનો શ્વાસ લીધો છે.
વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેર સ્થળો પર કચરો ન ફેંકીને આ સફાઈ અભિયાન માં પોતાનું યોગદાન આપે ઍવી અપીલ કરવામાં આવી છે.