વાપીની આર.કે.દેસાઈ કોલેજમાં મોન્સૂન ફેસ્ટ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 21 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૦ ઃ આર. કે. દેસાઈ ગ્રુપ ઑફ કોલેજીસ અંતર્ગત આર. કે. દેસાઈ કોલેજ ઑફ કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગ દ્વારા તા. ૧૮ જુલાઈ, ૨૦૨૬ ના રોજ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને સાંસ્કૃતિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા મોન્સૂન ફેસ્ટ – ૨૦૨૬ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સમગ્ર સ્પર્ધાનું આયોજન કલ્ચર કમિટી ના મેમ્બર પ્રો . સ્વેતા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલાત્મક, સર્જનાત્મક અને સંગીતમય પ્રતિભાનું મનોહર પ્રદર્શન કર્યું. વેસ્ટ ટુ વન્ડર સ્પર્ધામાં પ્રથમ સ્થાન શિવાની સિંહ ઍ પ્રા કર્યું. અમ્બ્રેલા પેઇન્ટિંગ અને કોટન કેનવાસ ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ સ્થાન શુભી તિવારી, મોહાટો ચાંદની અને રોહન પટેલ ઍ પ્રા કર્યું. મોન્સૂન ફોટોગ્રાફી સ્પર્ધામાં પ્રથમ સ્થાન રિંકલ પટેલ, બીજા સ્થાને ધ્રુવી પટેલ અને ત્રીજા સ્થાને ઓમ સિંહ રહ્ના. જ્યારે રિધમ ઑફ રેઇન અંતર્ગત ડાન્સ અને સિંગિંગની મનમોહક રજૂઆતથી સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું, જેમાં પ્રથમ સ્થાન દેવયાની ભાકરે અને સિદ્ધ પટેલ ઍ પ્રા કર્યું. બોટલ બૂટિક સ્પર્ધામાં પ્રથમ સ્થાન યાદવ મેઘાઍ પ્રા કર્યું.કાર્યક્રમ દરમિયાન કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓઍ ઉત્સાહભેર હાજરી આપી અને તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા. વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ઇનામો અર્પણ કરી તેમની પ્રતિભાને બિરદાવવામાં આવી. મોન્સૂન ફેસ્ટ – ૨૦૨૬ મહાવિદ્યાલયના શૈક્ષણિક અને સાંસ્કૃતિક જીવનમાં ઍક યાદગાર ઉજવણી તરીકે નોંધાયો.
આ પ્રસંગે ચેરમેન મિલન દેસાઈ, કેમ્પસ ડિરેક્ટર ડૉ. મિત્તલ શાહ, પ્રિન્સિપાલ ડૉ. શીતલ ગાંધી તેમજ વિવિધ વિભાગોના ણ્બ્ઝ઼ ડૉ. પ્રિન્સી ઠાકુર, પ્રો. ચિત્રા શેઠ અને ડૉ. અમિત સોનવણે ઍ વિજેતાઓ, તમામ સ્પર્ધકો, નિર્ણાયકો તેમજ આયોજકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
