વાપી શાક માર્કેટમાં ફરી દબાણ
- byDamanganga Times
- 21 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, ૨૦ ઃ વાપી ટાઉનના શાકભાજી બજાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણ દૂર કરી માર્ગ ખુલ્લો કરાયા બાદ ફરીથી લારી અને પાથરણાવાળાઓઍ રસ્તા પર કબજો જમાવી દીધો હોવાનું સામે આવ્યું છે. જેના કારણેઆ વિસ્તારમાં ફરી ટ્રાફિક જામ અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. વાપી ટાઉન ના સરદાર ચોકથી ગિરધારી બિલ્ડિંગ, નાઝાબાઈ રોડ તેમજ કુમાર શાળાથી ફિશ માર્કેટ સુધીના કચ્છી ગામ રોડને મળતા માર્ગ પર છેલ્લા ઘણા વર્ષોથી શાકભાજી વેચતા વેપારીઓઍ રસ્તા પર દબાણ કરી દીધું હતું. સ્થાનિક રહેવાસીઓઍ ટ્રાફિકની સમસ્યા અને જનતાને પડતી હાલાકી અંગે મહાનગરપાલિકામાં અનેક રજૂઆતો કર્યા બાદ ઍપ્રિલ મહિનામાં દબાણ હટાવ વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી સમગ્ર માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી ફરી શાકભાજીના વેપારીઓ, લારીધારકો અને પાથરણાવાળાઓઍ રસ્તા પર કબજો કરી લેતાં અગાઉ જેવી જ સ્થિતિ સર્જાઈ છે. રસ્તો સાંકડો બનતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે અગવડનો સામનો કરવો પડી રહ્ના છે અને પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળી રહ્ના છે. આ વિસ્તારના રહેવાસીઓઍ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને દબાણ હટાવ વિભાગને ફરીથી અસરકારક કાર્યવાહી કરી કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે માત્ર ઍક વખત દબાણ દૂર કરવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી, પરંતુ નિયમિત દેખરેખ અને કડક અમલવારી જરૂરી છે જેથી જાહેર માર્ગો પર ફરી ગેરકાયદે કબજો ન થઈ શકે અને વાપી શાકભાજી માર્કેટમાં કેટલાક બની બેઠેલા કહેવાતા વેપારી દ્વારા દબાણ કરાઈ રહ્નાં છે હોવાની બૂમ ઊઠવા પામી છે આ અંગે ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગો કરાઈ રહી છે
