વલસાડ ગાંજા કેસમાં ચાર વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો
- byDamanganga Times
- 21 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ ઃ વલસાડ જિલ્લા ઍસ.ઓ.જી. ટીમને ઍક મહત્વની સફળતા સાંપડી છે. વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફઝ઼ભ્લ્ ઍક્ટના ગુન્હામાં છેલ્લા ૪ વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને નારાયણપંચુ જેના (ઉં.વ.૪૧)હાલ રહે. રૂમ નં. ૬, પહેલા માળે, બાબુ બિ- જેનાના રૂમમાં ભાડેથી, અમરોલી, સુરત શહેર મૂળ રહે. બલિયાસરા, ઓડિશા ની ઍસ.ઓ.જી.ની ટીમે સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ફઝ઼ભ્લ્ ઍક્ટ હેઠળ છેલ્લા ૪ વર્ષથી સતત પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડીને વલસાડ ઍસ.ઓ.જી. ટીમે સરાહનીય કામગીરી કરી છે.
