Damanganga Times.

Damanganga Times.

July 21, 2026

પારનેરા પારડી હાઈવે પર ટ્રક અડફટે બાઈક સવાર બેના મોત

પારનેરા પારડી હાઈવે પર ટ્રક અડફટે બાઈક સવાર બેના મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ ઃ વલસાડ ના નેશનલ હાઈવે નંબર ૪૮ પર પારનેરા પારડી હાઇવે પર ગઈકાલે રાત્રે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા તેના પર સવાર ત્રણ યુવક  ટ્રકના ટાયરમાં  આવી જતા  પૈકી બે યુવક ના  ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે ઍક યુવક ને  વલસાડની સિવિલ હોસ્પિટલ બાદ સુરત સિવિલ  હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટના ની જાણ થતા વલસાડ  રૂરલ પોલીસી ટીમ દોડી ગઈ હતી.
 વલસાડના નેશનલ હાઇવે નંબર ૪૮ પર પાનેરા પારડી હાઇવે પર ગઈકાલે રાત્રે ૧૦ કલાકે સુરતમાં રહેતા  ત્રણ યુવકો  માં અમન મિશ્રા, રણજીત વર્મા અને રવિકુમાર પોતાની સ્પ્લેન્ડર  બાઇક નંબર ઞ્થ્-૦૫-ન્વ્-૭૦૫૯ પર સવાર થઈને પારનેરા પારડી પાસેના નેશનલ હાઈવે ૪૮ પરથી પસાર થઈ રહ્ના હતા. તે દરમિયાન  પૂર ઝડપે દોડતી   અજાણ્યા ટ્રકના ચાલકે પોતાની ટ્રક ગફલતભરી રીતે હંકારી બાઇકને પાછળથી જોરદાર અડફેટે લીધી હતી. બાઇક પર સવાર ત્રણેય યુવકો રસ્તા પર પટકાયા હતા.ટ્રકનું ટાયર ફરી વળતાં અમન મિશ્રા અને રણજીત વર્માનું ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે કમ કમાટી ભર્યું   મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજા યુવક રવિકુમારના ડાબા પગ પર ટ્રકનું ટાયર ફરી વળતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો ટ્રક ચાલક વાહન સાથે  ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત રવિકુમારને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની ગંભીર હાલતને ધ્યાને રાખી વધુ સારવાર અર્થે સુરતની કિરણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે મૃતક અમન મિશ્રાના પિતા પંકજ રમેશ મિશ્રા રહે. ગોડાદરા, સુરત ની ફરિયાદના આધારે વલસાડ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવી ફુટેજના આધારે ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરુ  કરવામાં આવી છે.