ઉમરગામમાં કામદારોના હક્ક અને જમીન મુદ્દે મામલતદારને આવેદન
- byDamanganga Times
- 21 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૦ ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી વિવિધ ફેક્ટરીઓ અને કંપનીઓમાં સ્થાનિક આદિવાસી, ઓબીસી તથા અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં રોજગારી મેળવે છે. જોકે કેટલીક કંપનીઓ દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે અકરા મારુતિ સર્કલ ખાતેથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે પહોંચી વાંસદા ધારાસભ્ય અનંત પટેલ તથા કોંગ્રેસ આગેવાનો અને કામદારો દ્વારા મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.આવેદનપત્રમાં જણાવાયું છે કે બિગ સેલો કંપની બંધ થવાની તૈયારીમાં છે અને કંપની દ્વારા કામદારોને કોઈ પૂર્વ નોટિસ આપ્યા વગર ધાક-ધમકી આપીને રાજીનામા લખાવવામાં આવી રહ્ના હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ કાયદેસર ચૂકવણીઓ કર્યા વગર કંપનીની મશીનરી અને અન્ય સામાન સ્થળાંતર કરવાની તૈયારી ચાલી રહી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.
રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે કંપની બંધ થતી હોય તો તમામ કામદારોને ત્રણ મહિનાનો ઍડવાન્સ પગાર, ગ્રેચ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડ (ભ્જ્) સહિતના તમામ કાયદેસર હક્કોનું તાત્કાલિક ચૂકવણું કરવામાં આવે અને કામદારોને ન્યાય અપાય.
આ ઉપરાંત, ઍક ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી કંપની દ્વારા આદિવાસી સમાજની જમીન પર પેસા ઍક્ટ (ભ્ચ્લ્ખ્ ખ્ણૂદ્દ) હેઠળ જરૂરી ગ્રામસભાની મંજૂરી લીધા વગર જબરદસ્તી કામ શરૂ કરવામાં આવી રહ્નાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે પણ મામલતદારને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતકારોઍ ચેતવણી આપી છે કે જો આગામી ૧૦ દિવસમાં કંપની, કામદારો અને ગામલોકો સાથે બેઠક યોજીને પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે, તો મામલતદાર કચેરી તેમજ કંપની બહાર ધરણા-પ્રદર્શન કરવામાં આવશે.
રેલીમા જિલ્લા તાલુકા કોંગ્રેસના આગેવાનો ઉમરગામ નગરપાલિકા કોંગ્રેસના કોર્પોરેશન મનોજભાઈ તથા મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ જોવા મળી હતી.
