લોકસભામાં વલસાડ-ડાંગનાં જનજાતીય સંસ્કૃતિના દસ્તાવેજીકરણ માટે સાંસદ ધવલ પટેલનો પ્રશ્ન
- byDamanganga Times
- 21 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૨૦ ઃ લોકસભાના ચોમાસુ સત્ર દરમિયાન આજે સંસદમાં દેશની ભવ્ય પાંડુલિપિ (હસ્ત-ત) વિરાસતના સંરક્ષણ અને ડિજિટલાઈઝેશન અંગે ઊંડાણપૂર્વક ચર્ચા હાથ ધરવામાં આવી હતી. સંસદની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં પ્રશ્નકાળ અંતર્ગત વલસાડ-ડાંગ (ગુજરાત) સંસદીય વિસ્તારના ભારતીય જનતા પાર્ટી (ગ્થ્ભ્)ના સાંસદ ધવલભાઈ લક્ષ્મણભાઈ પટેલે જ્ઞાન ભારત પહેલ ને લઈને ઍક મહત્વપૂર્ણ ્રુદ્ય રજૂ કર્યો હતો.
સાંસદ ધવલ પટેલે ગૃહમાં પ્રશ્ન પૂછતાં જણાવ્યું કે, ભારતની સમૃદ્ધ પાંડુલિપિ વિરાસતના સંરક્ષણ હેતુ શરૂ કરવામાં આવેલી જ્ઞાન ભારત પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય અને તેના પ્રમુખ ઘટકો શું છે? આ સાથે જ તેમણે પોતાના સંસદીય ક્ષેત્રનો વિશેષ ઉલ્લેખ કરતા પૂરક પ્રશ્ન કર્યો હતો કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, વાંસદા, ડાંગ, ધરમપુરના વિસ્તારમાં વસતા ધોડિયા, કોકણા અને વારલી જેવા જનજાતીય (આદિવાસી) સમુદાયોની મૌખિક પરંપરાઓ અને પાંડુલિપિઓનું દસ્તાવેજીકરણ કરવા માટે શું પગલાં લેવામાં આવી રહ્ના છે? તેમણે આ પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (ખ્ત્) ના ઉપયોગ અંગે પણ મંત્રી પાસે સ્પષ્ટતા માંગી હતી.
આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા દેશના યુવા કાર્ય અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાઍ જણાવ્યું હતું કે, આપણી વિરાસત આપણને દેશની સાચી દિશા અને દર્શન બંને આપે તેમણે જ્ઞાન ભારત મિશનની પ્રગતિના આંકડા રજૂ કરતા ગૃહને માહિતી આપી કે, આ મિશન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં ૧ કરોડથી પણ વધુ પાંડુલિપિઓનો વ્યાપક સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી અંદાજે ૮ કરોડ પાનાઓનું ડિજિટલાઈઝેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને ૩ લાખ ૭૪ હજારથી વધુ હસ્ત-તોને ઓનલાઈન પોર્ટલ પર અપલોડ પણ કરી દેવાઈ છે, જેથી તે સંશોધકો માટે સુલભ બને. દક્ષિણ ગુજરાતના સંદર્ભમાં તેમણે ખાતરી આપી કે દેશના જનજાતીય વિસ્તારોની સ્થાનિક ભાષાઓમાં રહેલી આવી વિરાસતો અને મૌખિક પરંપરાઓને પણ આ સર્વેમાં આવરી લેવામાં આવશે અને તેના પર જરૂરી સંશોધન કરી તેને ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત કરવામાં આવશે, જેથી આવનારી પેઢી આપણી આદિવાસી સંસ્કૃતિ અને જ્ઞાનથી માહિતગાર થઈ શકે..
સંસદ ભવનમાં ગુજરાતના આદિવાસી નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શિષ્ટાચાર મુલાકાત લેવાનું સૌભાગ્ય સાંપડ્યું.
આ મુલાકાત દરમિયાન અમારા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે તેમના અમૂલ્ય માર્ગદર્શનની માંગ કરી હતી. તેમનું વિઝન અને અતૂટ પ્રતિબદ્ધતા આપણને સૌને સમાજના સમાવેશી વિકાસ અને આદિવાસી ક્ષેત્રોને વધુ મજબૂત તથા સમૃદ્ધ બનાવવા માટે સતત પ્રેરણા આપે છે.
